Columns

ત્રિમૂર્તિની પરીક્ષા

ઋષિઓની સભામાં મુનિ નારદ પધાર્યા. ઋષિઓએ એમને આવકાર્યા અને નારદે કહ્યું હે વિદ્વાન ઋષિવર્યો! તપોધન ભૃગુમહર્ષિ જ ત્રિમૂર્તિની પરીક્ષા લેવા યોગ્ય છે અને બધાએ સંમતિ આપી. નારદના કહેવા અનુસાર ભૃગુઋષિ બ્રહ્મા-વિષ્ણુ-મહેશની કોણ સત્ત્વગુણી અને શાંત સ્વભાવના છે એની પરીક્ષા કરવા તૈયાર થયા. નારદ મનમાં આનંદિત થયા કારણ આ પરીક્ષા લેવામાં મહર્ષિનો અહંભાવ ઓછો થવાનો હતો. સત્યલોકમાં બ્રહ્મા પાસે ભૃગુઋષિ ગયા. તો બ્રહ્મદેવ પત્ની સાથે સિંહાસન પર બેસીને વાતોમાં હતા અને આગળ બ્રહ્મર્ષિઓ, રાજવી, દેવર્ષિ, મહામુનિઓ તથા યક્ષ, ગંધર્વ, કિન્નર, શ્રેષ્ઠ નર-નારી, દેવતાઓ બેઠા હતા અને બ્રહ્મદેવ સભામાં વેદધર્મનો ઉપદેશ કરતા હતા. બધા તન્મય થઇને સાંભળતા હતા અને ભૃગુ મુનિએ સભામાં પ્રવેશ કરીને બધા પર નજર ફેરવી.

પોતે આવ્યા છે એ જાણીને પણ કોઇ એક પણ આવકાર આપતો નથી એ ભૃગુ મુનિને અપમાનાજનક લાગ્યું. બ્રહ્મદેવ પણ કાંઇ બોલતા નથી એટલે એ પોતે જ એક આસન લઇને આસનસ્થ થઇ ગયા. સભા થોડી વિચલિત થઈ. ભૃગુ મહર્ષિનું આ કૃત્ય બ્રહ્માજીને અનુચિત લાગ્યું અને એ ક્રોધાવશ થઇને બોલ્યા, ‘‘ઓ ભૃગા તું તો મહર્ષિ છે. સભાની મર્યાદા પણ જાણતો નથી કે? હું સભાપતિ છું. મને તો પૂછવું જોઇએ ને? પ્રણામ કર્યા વગર જ આસનારુઢ થયો? તારી આ હિંમત? તું આ સભાના ઋષિમુનિઓ કરતાં વધારે તપોધનશીલ છો, શ્રેષ્ઠ છો એટલે અભિમાન થયું છે? તું દેવતાઓને પણ શાપ આપી શકે છે.

ઋષિ જમદાગ્નિ કરતાં પણ શકિતાશાળી છો એટલે આ અહંકાર છે કે? મેં સ્વપ્ને પણ આવું વિચાર્યું ન હતું કે તું એટલો અહંભાવી અને ગેરવર્તણૂક કરનારો છે. એની અમંગલ અને તું- તારીની ભાષામાં ભૃગુમહર્ષિ પર બ્રહ્માએ ક્રોધ વ્યકત કર્યો. અન્ય ઋષિઓને સમજ આપવાની પણ એમાં વાત હતી. પણ ભૃગુઋષિ la 100% અપમાનિત થયા જ હતા. બ્રહ્મદેવના અપશબ્દો સાંભળીને મનમાં ને મનમાં ભૃગુ મુનિએ નિર્ણય તો લઇ લીધો કે બ્રહ્મદેવમાં સત્ત્વગુણ નથી અને તે રાજપુરુષ જેવો રજોગુણી છે અને થનાર યજ્ઞના ફળ માટે યોગ્ય નથી અને આસન પરથી ઊઠીને બ્રહ્મદેવને ઊંચા સ્વરે કહે છે, ‘‘હે બ્રહ્મા શાંત થાવ. તમે હું અહીં કયા કારણે આવ્યો તે પૂછયા વગર જ મારું કુચેષ્ટાપૂર્વક અપમાન કર્યું છે. તારા જેવા અવિચારીને મારો શાપ છે કે ભૂલોકમાં તારું મંદિર નહીં થાય અને કોઇ પણ તારી પૂજા નહીં કરશે. એવી શાપવાણી બોલીને ભૃગુ મુનિ કૈલાસ પર શિવજી પાસે ચાલ્યા ગયા.

કૈલાસ પર્વત પર તો બધા પ્રયથ ગણ, નંદીશ્વર, મુડીશ્વર, ચંડીશ્વર અને પાર્ષદો શિવનામ સ્મરણમાં ધ્યાનસ્થ હતા. ત્યાં તો શિવ પંચાસરી મંત્રનું જ ગુંજન ચાલતું હતું. ભૃગુ ઋષિએ જોયું અહીં પણ કોઇ મને આવકારતા નથી. તો ભૃગુ મુનિ શિવજીના એકાંત મંદિર તરફ ગયા. તો દ્વારપાલે કહ્યું ભગવાન શિવ, માતા પાર્વતી સાથે એકાંતવાસમાં છે. ત્યાં કોઇને પ્રવેશ નથી પણ ઋષિ ભૃગુ દ્વારપાલને બાજુ ખસેડી એકાંતવાસમાં પ્રવેશ કરી ગયા. ઋષિને જોતા જ પાર્વતી લજ્જિત થઇને શિવથી અલગ પડયા અને શિવજી બોલ્યા, ‘‘હે ભૃગા! તું વિવેકી, સંયમી સર્વ ગુણ જાણતો હોવા છતાં પણ એકાંતવાસમાં ઘૂસી આવ્યો. તું પ્રેમભંજક મૂર્ખ છે’’ અને ત્રિશૂલ ઉપાડી ભૃગુમુનિને મારવા દોડયા. ત્યારે પાર્વતીએ પોતાના મૃદુ વચનોથી શિવજીને શાંત કર્યા. પણ ભૃગુઋષિ ક્રોધપૂર્ણ સ્વરોમાં બોલ્યા, ‘‘હે શિવજી! તમે પણ હું કયા કારણે અહીં આવ્યો છું એ પૂછયા સિવાય મને ત્રિશૂલ મારવા તૈયાર થયા. તો આ મારી વાત સાંભળો.

ભૂલોકમાં તમારા મંદિરમાં તમારી મૂર્તિ ના હોય પણ તમારા લિંગની જ પૂજા થશે.’’ આમ શાપ આપીને વૈકુંઠ તરફ રવાના થયા.  મનમાં વિચારવા લાગ્યા આ શંકર તો સત્ત્વગુણી દેખાયા નહીં. બ્રહ્મલોક અને કૈલાસ ક્ષેત્ર કરતાં વૈકુંઠ લોક ખૂબ જ રમણીય છે. સુંદર છે. શોભાયમાન છે કારણ અહીં લક્ષ્મીનો નિવાસ છે. જયાં લક્ષ્મી ત્યાં સુખ અને શાંતિ હોય છે. વૈકુંઠમાં પ્રવેશ કરતા જ ભૃગુમુનિને આનંદ થયો. શ્રીહરિ સુખદ શય્યેવર બિરાજમાન હતા અને લક્ષ્મીજી પોતાના કોમળ હાથોથી શ્રી વિષ્ણુના પગને દબાવતા હતા અને વિષ્ણુ ભગવાન આંખો મીંચીને શાંત પડયા હતા. પણ પોતાની દિવ્ય દ્રષ્ટિથી જાણી ગયા કે ઋષિવર ભૃગુ આવ્યા છે તો પણ દુર્લક્ષ કરીને નિદ્રામાં જ રહ્યા.  ભૃગુમુનિ અત્યંત ક્રોધિત થયા અને શું કર્યું?                        
( ક્રમશ:)

Most Popular

To Top