Charchapatra

સંગીતના તેજસ્વી તારલાને સ્મરણાંજલિ

સુરત શહેર સંગીતપ્રિય જનતાથી સભર છે. તાજેતરમાં સુરત શહેરનો સંગીત ક્ષેત્રનો તેજસ્વી તારલો રૂપાંગભાઈ ખાનસાહેબ જેમણે સંગીતને આત્મસાત કર્યું હતું. એમની વિદાય સંગીતનાં ચાહકો માટે વસમી બની રહી. રૂપાંગભાઈએ અનેક બાળગીતો અને કાવ્યરચના કરી સંગીતથી સજાવી હતી. ઘણાં ગાયકોને સંગીત ક્ષેત્રે માર્ગદર્શન આપ્યું હતું. સ્વયં પણ શ્રેષ્ઠ ગાયક હતા જ. ઘણી સંસ્થાઓમાં એમના સ્વરચિત અને સ્વરબદ્ધ કરેલી રચનાઓ ગૂંજે છે.

શિવરંજની ગ્રુપ દ્વારા એમને શ્રેષ્ઠ સ્મરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રૂપાંગભાઈ સંગીતનાં ચાહકો માટે સદાને માટે હૃદયસ્થ જ રહેશે. સુરતના જાણીતા સંગીતકાર સાથે  રૂપાંગભાઈએ ઘણી સુંદર રચના સ્વરબદ્ધ કરી હતી. રૂપાંગભાઈ આજીવન સંગીતના ઉપાસક રહ્યા. સમગ્ર જીવન સંગીતને જ સર્મપિત કર્યું એવા રૂપાંગભાઈ ખાનસાહેબને પ્રભુએ સંગીત માણવા એમની પાસે આમંત્રિત કરી દીધા. સુરતનાં સંગીતચાહકોને એમની ખોટ સદા સાલશે.
સુરત     – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top