છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ ના વાલસિંહભાઈ રાઠવા જણાવે છે કે ખાસ કરીને હાલ કોરોના મહામારી બાદ જ સાંભળવા મળી રહેલ શબ્દ એટલે સોશ્યલ ડિસ્ટન્સ, પરંતુ લોકો માટે આ શબ્દ અને તેની અમલવારી નવી લાગી રહી છે પરંતુ આદિવાસીઓ આ શબ્દ વિશે જાણકારી ભલે ધરાવતો નહીં હોય પરંતુ તેનું મહત્વ સમજતો હતો અને તેની અમલવારી સદીઓથી કરતો આવ્યો છે.
પહેલાં ના સમયમાં આદિવાસી ઓ પોતાના રહેવા માટે ના ઘરો સદીઓથી સો દોઢસો મીટરની થી વધુ ની દૂરી રાખીને બનાવી ને રહેતો આવ્યો છે, આજે કોરોના મહામારી ને લીધે આખું વિશ્વ સામાજિક દૂરી (સોશ્યલ ડિસ્ટન્સ) ની વાતો કરી રહ્યું છે અને તેના અમલીકરણ માટે કડકાઈ થી પગલાં ભરવા માં આવી રહ્યા છે, ત્યારે આદિવાસી ઓ ની બેનમૂન જીવન પધ્ધતિઓથી એવું લાગે છે કે આ સોશ્યલ ડિસ્ટન્સ જેવી વાત આદિવાસીઓ માટે નવી વાત નથી, છતાં હાલ ની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ માર્ગદર્શીકા નુ ચૂસ્ત પણે પાલન કરવા સૌ કોઈ એ પોતાની નૈતિક ફરજ અને જવાબદારી સમજવી તે સમયની માંગ છે.
ભારત ના અને ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને તથા મધ્યપ્રદેશના ગુજરાત સરહદી વિસ્તારોના આદિવાસીઓ સદીઓથી ડુંગરો પહાડો અને ઉંચી ટેકરી ઓ માં વસતા આદિવાસીઓ જ્યારે ત્રણ ચાર ભાઇ હોય તો પણ અલગ અલગ ટેકરીઓ પર અલગ અલગ ઘરો બાંધી ને પુરતા પ્રમાણમાં હવા ઉજાસ મળી રહે તે પ્રમાણે ના ઘરો બનાવી ને ખુબ શાંતીપૂર્ણ રીતે રહેતા હોય છે.
જ્યારે ક્યારેક સંકટ ની ઘડી હોય તેવા સમયે જે તે ઘરેથી જ એમની આગવી શૈલીમાં એક બૂમ પાડીને એક મિનિટ માં આખું ગામ ભેગું કરી દેવાતું હોય છે અને આવી પડેલ મુશ્કેલી નો કુનેહપૂર્વક નિવેડો લાવવા માટે નો સફળ પ્રયાસ કરાતો હોય છે. વડીલો પાસેથી જાણવા મળેલી જાણકારી અનુસાર બેક્ટેરિયા કે વાયરસ જેવા નામો ની શોધ પણ નહોતી થઈ હશે તે સમયે પણ આદિવાસી ઓ વાય-વગરુ જેવા નામો થી જાણતા હતા અને તે નહીં લાગે એવી માન્યતા થી એક બીજા થી હૃદયથી નજીક પરંતુ ફિઝિકલ ડિસ્ટન્સ રાખવામાં માનતા, આદિવાસી સમુદાય પ્રક્રુતિના નિયમો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેન્દ્રિત જીવન પધ્ધતિ થી જીવન જીવનારો સમુદાય છે.