વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિને જાહેરાત કરી હતી કે કેવડિયામાં બેટરી સંચાલિત બસો, કાર, રીક્ષા અને સ્કૂટરો ચાલશે એટલે અવાજ પ્રદુષણ, હવા પ્રદુષણ ને અટકાવી શકીયે આ જાહેરાત ને લઈને તંત્ર હરકત માં આવી આ પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરી અને કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી 10 કિમીના અંતરમાં બેટરી સંચાલિત વાહનો ચાલશે પ્રવાસીઓ કેવડિયા વિસ્તારમાં પાર્કિંગમાં પોતાના વાહનો મુકશે અને કારમાં બેસી પ્રવાસીઓ સ્ટેચ્યુ પર, જંગલ સફારીમાં જવા માટે ઈ-કાર બસ ફરશે. આ યોજના માટે સ્થાનિક યુવક યુવતીઓને તાલીમ આપવામાં આવશે અને તેઓ કેવડિયાથી સ્ટેચ્યુ ફેરા મારીને પોતાની રોજગારી ઉભી કરશે અથવા આ એક બે ખાનગી એજન્સીઓને પણ આપવામાં આવશે કે જે પોતાના કર્મચારીઓ સાથે કામ લઇ પ્રવાસીઓ ને પહોંચાડશે. આ માટે કેટલીક એજન્સીઓ કેવડિયા પોતાની ઈ-કાર રીક્ષા લઈને ટેસ્ટ ડ્રાઇવ કરવા પહોંચ્યા હતા. હજુ ટેન્ડર પ્રકિયા કરી જેતે એજન્સીને કાર સપ્લાય નું કામ મળશે પરંતુ કેવડિયાના રોડ પર ઈ-રીક્ષાઓ દોડતી થઇ ગઈ છે.
પ્રધાનમંત્રી નરેદ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ જંગલ સફારી બન્યું, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક બન્યું, દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન બન્યું, ઔષધિ વન બન્યું, હવે આખું નગર ઇકો ફ્રેન્ડલી એટલે કે નોન પોલ્યુશન ઝોન બનાવા જઈ રહ્યું છે ત્યારે કેવડિયામાં પ્રવેશ મેળવી પ્રવાસીઓએ પોતાની કાર કે બસ પાર્કિંગ કરી બેટરી સંચાલિત કાર કે બસ માં બેસી સ્ટેચ્યુ સહિતના સ્થળો જોવા જશે. એટલે કોઈ પ્રદુષણ ફેલાય નહિ. સરકારની જાહેરાત મુજબ ઈ-કાર, ઈ-રીક્ષા, કેવડિયા કોલોની વિસ્તારમાં ફરતા પ્રવાસીઓની પણ ઉત્સુકતા વધી રહી છે કે ક્યારે 31 ઓક્ટોબર આવે અને આ નવી ઈ-કાર, બસ રીક્ષા સેવા અહીંયા ચાલુ થાય.