વિશ્વમાં માનવસમાજ બન્યા પછી નેકી અને બદીનું ચક્ર ચાલવા લાગ્યું, વિવિધ ધર્મો ઉદભવ્યા. વિદ્યાધામો, ગુરુજનો, સંતમહંતો, પયગમ્બરો, ઋષિમુનિઓ, ઉપદેશકો, સાહિત્યકારો જન્મતા રહ્યા, માનવને જીવનની સાર્થકતા, સાચી દિશા નિર્દેશ, સમજણની સેવા એમના દ્વારા મળતી રહી, જ્ઞાનનો પ્રકાશ પથરાતો રહ્યો, જુદી ભાષાઓ દ્વારા જીવનઅમૃત પીરસાતું રહ્યું. માનવમનના દુર્ગુણો તેને ક્ષતિ પણ પહોંચાડતા રહ્યા. દુરાચારને માનસિક બીમારી જ કહી શકાય, જેને માનવનો અંતરાત્મા જાણે છે. આધ્યાત્મિક ગુરુજનોનાં સદવચનો જીવનમાં ઉપકારક થઈ પડે છે, સફળતા, સુખશાંતિ અને જનકલ્યાણ તેમાં સમાયેલાં છે, માનવતાને સુગંધિત કરવા માનવમનની નબળાઈઓ દૂર કરવી રહી અને તે માટેનો ઉપચાર જરૂરી છે. પન્યાસ પ્રવર પદ્મદર્શન વિજય મહારાજ જેવા આધ્યાત્મિક પુરુષો માત્ર તેમના સંપ્રદાય કે સમાજ માટે જ નહીં, માનવમાત્રને ઉપકારક થઈ પડે તેવા ઉપચારરૂપ સદવચનો જનસમુહમાં અને અખબારોમાં પાથરતા રહે છે, જે માત્ર શિક્ષણરૂપ જ નહીં માનવતાના ઉપચાર રૂપે પણ ઉપયોગી છે, સદગુણો સંચિત કરવામાં પણ કામ લાગી શકે છે. ‘સત્ય મેવ જયતે’અમસ્તું જ નથી કહેવાયું.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
માનવી શું મંદિરો પણ સલામત નથી?
છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં ચોરી-લૂંટફાટની ઘટનામાં નિરંતર અને નિરઅંકુશ વધારો થઈ રહી છે! તાજેતરમાં ખપાટીયા ચકલામાં એક મહિલાનું પાકિટ ઝુટવી જનાર વાહનચાલક વ્યક્તિને સી.સી.ટીવીમાં સ્પષ્ટ પણે પ્રદર્શીત થાય છે પણ તે ઝડપાયો નથી તેમજ શહેરની અન્ય એક ઘટનામાં લાલગેટ ખાતે ધોળા દિવસે યુવતીના હાથ-પગ બાંધીને લાખોની લૂંટ ચલાવનાર લૂંટારુઓ લાખ તો છે અહીં ગંભીર બાબત એ છે કે ચોરો અને લુટારૂઓ જમણે છડેચોકે પોલીસતંત્રની મજાક ઉડાવી રહી છે! આજે ગુજરાત રાજ્યના શહેરોમાં માટે માનવી જ નહી પણ દેવ-દેવીઓમાં મંદિરોની પણ સુરક્ષા રહી નથી જેમ હું હાલમા જ કાપોદ્રા ખાતે ચામૂડામાતાના મંદિરમાં 3900/- કી ગામ ચાંદીનાં આભુષણોની ચોરી થઈ હતી. ગુ.રાજ્ય સરકાર અને રાજ્યની પોલીસતંત્ર માટે આ આગવી ચેતવણી રૂપી નોટીસ છે કે આગામી દિવસોમાં જનતા અને ધાર્મિક મંદિરોની સુરક્ષા અને સલામતી માટે કોઈ ચોક્કસ પરિણામલક્ષી એક્શન પ્લાન અમલમાં મુકે જેથી આ કાળઝરતી મોંઘવારીમાં ચોરી-લૂંટફાટ જેવા દાનવરૂપી દુષણોથી રાજ્યના શહેરોની જનતાને કંઈક અંશે રાહત મળે!
સુરત – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.