Business

મુસાફ઼િર હી મુસાફ઼િર હર તરફ઼ હૈંમગર હર શખ઼્સ તન્હા જા રહા હૈ- અહમદ નદીમ ક઼ાસમી

પ્રવાસી જ પ્રવાસી છે દરેક બાજુ, પરંતુ દરેક માણસ એકલો જઈ રહ્યો છે. દરેક માણસ આમ તો મુસાફર છે. દરેક પ્રવાસ અલગ અલગ હોય તો પણ સફર તો એક છે. જિંદગી પણ એક પ્રવાસ છે. જ્યાં દરેક પોતપોતાની રીતે જીવે છે. ભીડ વચ્ચે પણ દરેકનો પ્રવાસ અલગ છે. દરેક વ્યકિતનું એકાંત અલગ છે. ભલે બધા એક સાથે પ્રવાસ કરી રહ્યા છે પરંતુ દરેક આમ જુઓ તો પોતે એકલો જીવનનો પંથ કાપી રહ્યો છે. બધા વચ્ચે પણ દરેકે પોતાની જિંદગી એકલી જીવવાની છે. અહીં આસપાસ ઘણા વટેમાર્ગુ તમારી જેમ સફરમાં છે પરંતુ દરેક માણસ પોતપોતાની અલગ જિંદગી જીવી રહ્યો છે. દરેક પથિકની અલગ કેડી છે. દરેક પ્રવાસીનો પ્રવાસ જુદો જુદો છે. જીવનની સફર આમ જુઓ તો બધાની સાથે ચાલે છે. જયારે બીજી રીતે જોઈએ તો

જીવનસાથી સાથે પણ તમારી સફર તમારે જાતે કાપવાની છે. અહીં બધા તમારી સાથે હોવા છતાં જીવનની સફર દરેકે અલગ અલગ કાપવાની છે. આ એવો કાફલો છે, જેમાં બધા તમારી સાથે છે પરંતુ કોઈ કોઈની સાથે નથી. આપણો પ્રવાસ આપણે જાતે જ ખેડવાનો છે. દરેક પડકાર તમારે જાતે ઝીલવાનો છે. દરેક જિંદગી અલગ છે. દરેક જિંદગીની સફર અલગ છે. આ સફરનો પ્રવાસી જાતે જ પથદર્શક છે, જાતે જ મુસાફર. સફરમાં બધી દિશામાં મુસાફર જ મુસાફર હોવા છતાં તમારી સફર એકલાએ જ પૂરી કરવાની છે. જીવનથી મૃત્યુ સુધીની આ સફરમાં સંકટો આવે તો તેનો સામનો પણ તમારે જાતે જ કરવાનો છે. સંજોગો તમને પરેશાન કરે તો તેનો રસ્તો પણ તમારે જાતે જ કાઢવાનો છે. અહીં સાથે ચાલનારા પ્રવાસીઓ તો ચારે તરફ છે. પરંતુ આખી સફર તમારે એકલાએ જ પૂરી કરવાની છે. આ એવો પ્રવાસ છે જેમાં તમારી સાથે ઘણાં લોકો હોવા છતાં તમારે એકલાએ જ આગળ વધવાનું છે. આ સફરમાં દરેક માણસ સાથે હોવા છતાં એકલો છે. કેટલાકની સફર પૂરી થઈ છે તો કેટલાક હજી સફરમાં છે.

Most Popular

To Top