નવી દિલ્હી: ભારતના (India) પ્રથમ ટ્રાન્સજેન્ડર પાયલોટ (Transgender Pilot) એડમ હેરી હજુ પણ ચિંતિત છે કે તેનું પ્લેન ઉડવાનું સપનું સાકાર થશે કે કેમ! 23 વર્ષીય એડમ આ વાત એટલા માટે કહી રહ્યો છે કારણ કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું છે કે જે વ્યક્તિ હોર્મોનલ થેરાપી (ફીમેલ ટુ મેલ થેરાપી) લઈ રહી છે તેને એરક્રાફ્ટ ઉડાવવાનું કામ ન આપી શકાય. જોકે DGCA એ પણ કહ્યું છે કે ટ્રાન્સજેન્ડરો પાઇલટ બનવા પર કોઈ પ્રતિબંધ નથી, તેણે માત્ર હેરીને કોમર્શિયલ પાઇલટનું લાઇસન્સ મેળવવા માટે મેડિકલ ટેસ્ટ માટે ફરીથી અરજી કરવાનું કહ્યું છે.વાસ્તવમાં હેરી પાસે ખાનગી પાઈલટનું લાઇસન્સ છે. તેમનું કહેવું છે કે ડીજીસીએનો મુદ્દો થોડો મૂંઝવણભર્યો છે કારણ કે તેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ‘હોર્મોનલ રિપ્લેસમેન્ટ થેરાપી’ (Hormonal replacement therapy) લઈ રહી છે તેને વિમાન ઉડાડવાની મંજૂરી આપી શકાય નહીં.
જ્યારે DGCA અધિકારીઓએ હેરીને હોર્મોનલ થેરાપી બંધ કરવા કહ્યું ત્યારે હેરીએ ટ્રેનિંગ સ્કૂલમાં એડમિશન લેવા દક્ષિણ આફ્રિકા જવાનું નક્કી કર્યું. હેરી 23 વર્ષનો છે અને તે જણાવે છે કે ટ્રાન્સજેન્ડર્સને તેમના બાકીના જીવન માટે હોર્મોનલ થેરાપી લેવી પડે છે. પરંતુ ભારતમાં સત્તાવાળાઓ ઈચ્છે છે કે હું લાઇસન્સ મેળવવા માટે હોર્મોનલ થેરાપી લેવાનું બંધ કરું.
હેરીએ રાજીવ ગાંધી એકેડમી ઓફ એવિએશન ટેક્નોલોજીમાં એડમિશન લીધું
2019 માં, હેરીએ રાજીવ ગાંધી એકેડેમી ઓફ એવિએશન ટેક્નોલોજીમાં પ્રવેશ લીધો હતો. અહીં તેમને રાજ્ય સરકાર દ્વારા મદદ કરવામાં આવી હતી. પરંતુ DGCAએ તેમને મેડિકલ તપાસ બાદ મેડિકલ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો હતો. હેરીએ જણાવ્યું હતું કે તે ખુશ છે કે DGCAએ ભારતમાં પાઇલટ બનવા માટે ટ્રાન્સજેન્ડરો પર કોઈ પ્રતિબંધ મૂકયો નથી. વાસ્તવમાં, હેરી એક પુરુષ તરીકે કોમર્શિયલ પાઇલટ તરીકે ભારતમાં વિમાન ઉડાડવા માંગે છે અને આ તેની લડાઈ છે.