Dakshin Gujarat

ડુંગરી નજીક માલગાડી પાટા પરથી ઉતરી, મુંબઈ-અમદાવાદ રેલવે ટ્રેન વ્યવહારને અસર

બીલીમોરા: ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લા બાદ હવે સુરત વલસાડ વચ્ચે એક ટ્રેન અકસ્માત થયો હતો. વલસાડના ડુંગરી પાસે માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી ગયો હતો જેના કારણે આ રૂટ પર ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. બીલીમોરા નજીક ડુંગરી રેલવે સ્ટેશન પાસે થી પસાર થતી ગુડ્ઝ ટ્રેનનો ડબ્બો (બોગી)પાટા પરથી ઉતરી જતા થોડો સમય માટે રેલ્વે વ્યવહાર ખોટકાયો હતો.

બીલીમોરા નજીકના ડુંગરી રેલ્વે સ્ટેશન પાસે ડાઉન લાઇન પરથી ગુડ્ઝ ટ્રેન મહારાષ્ટ્રના પુના થી રાજસ્થાનના લુણી તરફ જઈ રહી હતી. જ્યાં આ ગુડ્ઝ ટ્રેન જ્યારે ડુંગરી રેલ્વે સ્ટેશન પાસેથી પસાર થતાં જ ટ્રેનના એન્જીન પછીનો એક (ડબ્બો) બોગી ડીરેલ થઈ હતી. પણ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી તુરંત ટ્રેન થોભાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં રેલ્વે ના અધિકારીઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં ટ્રેક પરથી ડીરેલ થયેલ બોગીને બાકીની ટ્રેન ને છુટી કરી ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર થોડા સમય માટે ખોરંભાયો હતો. ડીરેલ થયેલ બોગી ને હટાવાની કામગીરી રેલ્વે તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઘટના અંગે રેલ્વે અધિકારીઓ તપાસ આરંભી છે.

Most Popular

To Top