Vadodara

નેશનલ હાઇવે ઉપર અકસ્માતના પગલે કરજણ નજીક કલાકો સુધી ટ્રાફિક જામ

વડોદરા: કરજણના બામણગામ નજીક બે કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાતે સર્જાયેલા અકસ્માત બાદ વહેલી સવારે પણ ટ્રાફિક જામ જોવા મળ્યો હતો જેના કારણે વાહનચાલકોએ કલાકોના કલાકો સુધી રોડ ઉપર અટવાવવું પડ્યું હતું. બામણગામ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. કરજણ અને બામણગામ વચ્ચે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મોડી રાતે સર્જાયેલા અકસ્માત બાદ વહેલી સવારે પણ લાંબી કતારો જોવા મળી હતી જેના કારણે સવારે નોકરિયાત વર્ગ પણ જામમાં ફસાઈ ગયો હતો. અંદાજે 2 થી 5 કિમિ સુધીની લાંબી કતારો લાગી હતી જેમાં વાહનો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. ધીમી ગતિએ વાહનો એક બાદ એક નીકળી રહ્યા હતા. અકસ્માતના પગલે કરજણ પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત કન્ટેનરો હટાવી ટ્રાફિકને હળવો કરાવવાની કવાયત હાથ ધરી હતી.

યુવાન અજાણ્યા વાહનની ટક્કરે ઈજાગ્રસ્ત
ભરૂચ વડોદરા નેશનલ હાઇવે પર જૈન સાધ્વીજીની વિહાર પદયાત્રા ચાલતી હતી જૈન સાધ્વી અને તેમની સાથે વિહાર કરતાં હર્ષિલ બીપીનચંદ્ર શાહ કરજણ તાલુકાના બામણગામ બસ સ્ટેન્ડ પાસે આવ્યા હતા. સાધ્વી આગળ ચાલતા હતા અને હર્ષિલ પાછળ ચાલતા હતા. તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલા એક અજાણ્યા વાહને સવારના સુમારે હર્ષિલને ટક્કર મારીને અજાણ્યું વાહન ફરાર થઈ ગયું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હર્ષિલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

જામ્બુઆ બ્રિજથી વરણામા સુધી ટ્રાફિક જામ
નેશનલ હાઇવે નંબર 48 ઉપર શહેરના પ્રવેશ દ્વારા જામ્બુઆ બ્રિજ નજીક પણ બુધવારે બપોર બાદ ટ્રાફિક જમણી સ્થિતિ જોવા મળી હતી. જામ્બુઆ બ્રીજથી વરણામા સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. બ્રિજ સાંકળો હોવાના કારણે આ સ્થિતિ અવારનવાર સર્જાય છે. નેશનલ હાઇવે ઉપરના સાંકડા બ્રિજ પહોળા કરવાની કામગીરીને મંજૂરીની મહોર મળી ગઈ છે ત્યારે વહેલી તકે તેની કામગીરી શરુ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Most Popular

To Top