Vadodara

ગેરકાયદે ખાનગી વાહનો સામે ટ્રાફિક પોલીસ નત મસ્તક

વડોદરા: અમિતનગર સર્કલ અને માણેકપાર્ક સહિતના ચાર રસ્તા પર ગેરકાયદે ઉભા રહેતા ખાનગી વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવતી નથી. જાણે ટ્રાફિક પોલીસ વિભાગ વાહનચાલકો સામે નત મસ્તક થઇ ગયું હોય તેવું તેમની નિરસ કાર્યવાહી પરથી લાગી રહ્યું છે. જેના કારણે વાહન ચાલકોને મોકળુ મેદાન મળી ગયું હોય તેમ બિન્દાસ્ત વાહન ઉભા રાખતા હોવાથી ટ્રાફિકજામની સમસ્યા થાય છે સાથે સરકારી વાહનોની આવક પર તરાફ મરાઇ રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

અમિતનગર સર્કલ અને માણેકપાર્ક ચોકડી સહિત શહેરના વિવિધ ચાર પર ઉભા રહેતા ગેરકાયદે વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ વિભાગ નત મસ્તક થઇ ગયું હોય તેમ જણાઇ રહ્યું છે. ટ્રાફિક પોલીસના કર્મચારીઓ ચાર રસ્તા પાસે ઉભા રહેતા હોવા છતાં તેમને ઉભા રહેતા ખાનગી વાહનો કેમ દેખાતા નથી. ક્યારેક આટો મારતા ઉચ્ચ ટ્રાફિક પોલીસના અધિકારીઓ પણ કેમ તેમની સામે કાર્યવાહી કરવામાં નિરસતા દાખવી રહ્યા છે. જેના લઇને સ્થાનિક સહિતના લોકોમાં ટ્રાફિક પોલીસ અને ખાનગી વાહન ચાલકો વચ્ચે કોઇ વહીવટ થઇ જતો હોવાથી કાર્યવાહી કરવામાં આવતી નથી તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

જાણવા મળતી માહિતી મુજબ ટ્રાફિક પોલીસના કેટલાક અધિકારીઓ માથાભારે લોકોને મધ્યસ્થી તરીકે રાખીને વાહન ચાલકો પાસેથી રૂપિયાનું ઉઘરાણ કરતા હોવાનું જાણવા મળીરહ્યુ છે. માથાભારે તત્વો આ સર્કલો ઉભા રહેતા વાહનચાલકો પાસે દાદાગીરી કરીને તમાર વાહન ઉભુ રાખવુ હોય તો હપ્ત ચૂકવવો પડેશે તેમ જણાવવામાં આવે છે. આ લોકો રૂપિયા ઉઘરાવીને ટ્રાફિક પોલીસ અધિકારી સુધી પહોંચાડવામાં આવતું હોય છે.

જેના કારણે આ વાહન ચાલકો મોકળુ મેધાન મળી ગયું હોય અન્ય વાહન ચાલકો આ જગ્યા પર તેમની વાહન ઉભુ રાખવા દેતા નથી અને મુસાફરો પણ ભરવા દેતા નથી. જો કોઇ વાહન ચાલકો મુસાફર તેમના વાહન મુસાફરો બેસાડે તો રીતસરની દાદાગીરી કરીને તેમને વાહનમાંથી ઉતારી દે છે. આ તમામ વિસ્તારમાં ઉભા રહેતા ખાનગી વાહનોના કારણે ટ્રાફિક જામ તથા અકસ્માતની ઘટના પણ બનતી હોય છે. છતાં 500 મીટરના અંતર ઉભા રહેતા ટ્રાફિક પોલીસના જવાનને જાણે આંખે પાટા બાંધી દીધા હોય તે કાઇ દેખાતું નથી. વારંવાર સર્કલો પર થતા ઝઘડાઓને કારણે સ્થાનિક લોકો હેરાન પરેશાન થઇ ગયા છે. જેથી સત્વરે આ ગેરકાયેદ વાહનોના કારણે સરકારી વાહનોને પણ નુક્સાન પહોંચી રહ્યું છે.

Most Popular

To Top