Charchapatra

પંરપરાગત ઉર્જા સ્ત્રોત

તા. ૨૪/૦૩/૨૬ ગુ.મિત્ર. તંત્રી લેખમાં તંત્રી શ્રી એ હાલ ની ઉર્જા કટોકટી માં દેશની પ્રજા ને પરિવહનની આદત બદલવા ભાર મૂક્યો છે, મિડલ ઇસ્ટના દેશોમાં જે વારંવાર યુધ્ધ ની સ્થિતિ સર્જાઈ છે જેનુ મુખ્ય કારણ પેટ્રોલ ડીઝલ છે,આયાત ના આંકડા મુજબ હાલમાં આપણો દેશ પેટ્રોલ ડીઝલ માં ૮૦ ટકા આયાત ઉપર નિર્ભર છે, ઉર્જા કટોકટી માં થી નીકળવા માટે આપણે પેટ્રોલ ડીઝલ ની બચત કરવી જ પડશે, અને પંરપરાગત ઉર્જા સ્ત્રોત તરફ વળવુ પડશે,૫૦૦ મીટર દૂર બજાર જવા માટે પણ આપણે સ્કુટર નો ઉપયોગ કરીએ છીએ, અને સવારે કસરત કરવા આપણે ચાલવા જઈએ છીએ.જેના માટે સાઇકલ નો ઉપયોગ કરી શકાય, સરકારે પ્રજાને સાઇકલ ઉપયોગ માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.

શહેરોમાં જાહેર પરિવહન નો ઉપયોગ કરવો જોઈએ, ગામડામાં પશુધન ઉર્જા ને કન્વર્ટ કરવા માટે સરકારે સબસિડી આપવી જોઈએ, પેટ્રોલિયમ પેદાશોની આયાત ઓછી થશે તો વિદેશી હૂંડિયામણ બચશે તો ડોલર સામે રૂપિયો મજબૂત બનશે, ઘરેલુ પેટ્રોલિયમ પેદાશોના ઉત્પાદન અને સંશોધન વધારવું જોઈએ, આપણને જ્યારે સહેલાઈથી પેટ્રોલ ડીઝલ આયાતી મળતુ ત્યારે આપણે આ બધું ધ્યાન આપતા નથી, રાંધણ ઉર્જામાં આપણે ટોટલી ગેસ માં રૂપાંતરિત થઈ ગયા છે જે હવે ભાડે પડે છે, એમાં આપણે ઈલે.સગડી,કોલસો, બાયોગેસ,લાકડું જેવી પંરપરાગત ઉર્જા તરફ વળવુ પડશે જે પ્રકૃતિ ચક્ર માં હોય જેથી તેનો ભંડાર ખાલી ન થાય. હવે આમ તો આપણે સોલાર, પવન, ઉર્જા માં રૂપાંતરિત થઈ રહ્યા છે જે સારા કદમ છે.
કીમ      – પી.સી.પટેલઆ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top