National

MPના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી, 13 ના મોત, દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન બની દુર્ઘટના

ખંડવામાં દુર્ગા વિસર્જન દરમિયાન તળાવમાં ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં ૨૦-૨૫ લોકો ડૂબી ગયા. 8 છોકરીઓ સહિત 13 લોકોના મૃતદેહ મળી આવ્યા. જેસીબીની મદદથી ટ્રોલીને બહાર કાઢવામાં આવી હતી. બચાવ કામગીરી ચાલુ છે. આ ઘટના પંઢાણા વિસ્તારના અર્દલા ગામમાં બની હતી. માહિતી મળતાં પોલીસ અને વહીવટીતંત્રની ટીમો પહોંચી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર રાજગઢ ગ્રામ પંચાયતના પદલાફાટાના રહેવાસીઓ ગુરુવારે દુર્ગા મૂર્તિનું વિસર્જન કરવા માટે અર્દલા પહોંચ્યા હતા. ટ્રેક્ટર-ટ્રોલી ૨૦-૨૫ લોકોને લઈ જઈ રહી હતી. તળાવ તરફ જતા રસ્તામાં ટ્રોલી એક પુલ પર પાર્ક કરેલી હતી. ટ્રોલી ત્યાંથી તળાવમાં પલટી ગઈ હતી.

નવરાત્રી ઉત્સવ પછી દેવી માતાની મૂર્તિનું વિસર્જન કરવા માટે નદીમાં જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલી પુલ પાર કરતી વખતે નદીમાં પડી ગઈ. શરૂઆતમાં પાંચ લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના ખંડવા જિલ્લાના પંઢના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જામલી ગામમાં બની હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં મૃત્યુઆંક 13 થઈ ગયો છે.

13 લોકોના મૃતદેહને પંઢના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવી રહ્યા છે. હાલમાં ઘટનાસ્થળે શોધખોળ ચાલી રહી છે. બચાવ કામગીરી ચાલુ છે. ઘટનાની માહિતી મળતાં કલેક્ટર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Most Popular

To Top