ગાંધીનગર, તા. 20
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના ૨,૦૧,૬૦૫ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે કુલ રૂ. ૧,૧૯૧.૯૪ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે, તેવું વિધાનસભામાં પ્રશ્નના લેખિત જવાબમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતુ કે એજીઆર-૫૦ ટ્રેક્ટર સહાય યોજનાની શરૂઆત વર્ષ ૨૦૧૧-૧૨માં કરવામાં આવી હતી. હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં યોજનાનું બજેટ વધારી વર્ષ ૨૦૨૬-૨૭ માટે રૂ. ૮૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ટ્રેક્ટર ખરીદી સહાયની મર્યાદા વધારીને રૂ. ૧ લાખ કરવામાં આવી છે.