Vadodara

તાઉતે વાવાઝોડું : 80 કિ.મિ. ઝડપે ફૂંકાયેલા પવને શહેરને બાનમાં લીધું, અઢી ઈંચ વરસાદ

વડોદરા: તૌકતે વાવાઝોડાને પગલે રાજયભરમાં વરસાદી માહોલ સર્જાયો છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહયો છે. વડોદરા પણ વાવાઝોડાની અસરથી બાકાત રહયું નથી. શહેરમાં વહેલા સવારથી જ વરસાદ ભારે પવન સાથે ફુંકાવાની શરૂઆત થઈ હતી. વડોદરા શહેરમાં િવતેલા ચોવીસ કલાક દરમિયાન બેથી અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો.  રાત્રીના આવેલા ભારે પવન અને વરસાદના કારણે શહેરમાં વૃક્ષો પડવાના અનેક બનાવો નોંધાયા હતા. વિવિધ િવસ્તારોમાં લાઈટો જવાના બનાવો પણ નોંધાયા હતા. વાવાઝોડાના કારણે આવેલા પવન અને વરસાદે શહરને ઘમરોળી નાંખ્યું હતું.

વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. િદવસભરના વાદળછાયા વાતાવરણ અંદાજીત 75 થી 80 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો પણ પડી રહેલા સતત વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાયા હતા. શહેરના વિવિધ િવસ્તારોમાં રસ્તાની વચ્ચે ના ઝાડો તેમજ બાજુમાં આવેલા ઝાડો પડવાને પગલે ફાયરબ્રિગેડના લાશ્કરોની દોડધામ વધી ગઈ હતી. વિવિધ િવસ્તારમાં લાઈટનો પુરવઠો ખોરવાતા એમસીવીસીએલના કર્મચારીઓની દોડધામ વધી ગઈ હતી અને રાતભર તેમનીકામગીરી ચાલુ રહી હતી.

શહેરમાં તંત્ર દ્વારા વાવાઝોડાને પગલે મોટા હોર્ડિંગ્સો ઉતારી લેવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ પડવાના તેમજ િદવાલો પડવાના બનાવો નોંધાયા હતા. જયારે વાદળછાયા વાતાવરણને પગલે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને િદવસભર હીલસ્ટેશન જેવી ઠંડકનો અહેસાસ થયો હતો. જયારે બીજી તરફ ઝુંપડામાંરહીને શ્રમજીવી પરિવાર પર આફત આવી પડી હતી. તેમને આસપાસના બ્રિજ નીચે આશરો લીધો હતો.

શહેરમાં વિવિધ સ્થળો પર ઝાડ પડવાની ઘટનાના ફાયરબ્રિગેડને 120 જેટલા ફોન કોલ મળ્યા હતા. તેને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરોની કામગીરી વધી હતી અને િદવસભર રસ્તો ખુલ્લો કરવાની કામગીરીમાં વ્યસ્ત રહયા હતા. વરસાદને પગલે શહેરના નિચાણવાળા િવસ્તારોમાં પાણી ભરાયા હતા અને વાહનચાલકો અટવાયા હતા અલકાપુરી ગરનાળા, દાંડીયાબજાર, રાવપુરા, સમતા, પ્રતાપનગર હેડકવાટર, લાલબાગબ્રિજ નીચે કારેલીબાગ બહુચરાજી રોડ વાઘોડીયા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા પાણી ભરાવાને પગલે બાઈક, સ્કુટર, રીક્ષા સહિતના વાહનોમાં પાણી ભરાતાં ધક્કા મારવાની નોબત આવી હતી. શહેરમાં વિવિધ િવસ્તારોમાં પણ િવજ પુરવઠો ખોટકાયો હતો. ફરિયાદને પગલે વિજ કર્મચારીઓની દોડધામ વધી હતી અને જીવના જોખમે ચાલુ વરસાદે ફોલ્ટ રીપેરીંગ કરવાની કામગીરી કરતા નજરે પડયા હતા.

જાંબુવા બ્રિજ પાસે હોર્ડિંગ્સ તૂટી પડતા પિતા-પુત્ર ઘવાયા

વડોદરામાં તૌકતે તોફાનની અસર વર્તાઈ હતી. શહેરમાં તેજ ગતિએ ફૂંકાઇ રહેલા પવનોને કારણે શહેરના કેટલાક સ્થળોએ વૃક્ષો,હોર્ડિંગ્સ સહિત વીજ થાંભલા ધરાશાયી થવાના બનાવો બનવા પામ્યા હતા.જેમાં શહેરના જાંબુવા બ્રિજ પરથી બાઈક ઉપર પાણીનો જગ લઈને પસાર થઈ રહેલા ઉ.વ.45 ગણેશભાઈ છગનભાઈ પરમાર તથા તેમના પુત્ર ઉ.વ.19 હિતેન્દ્ર ગણેશભાઈ પરમાર રહે,આર્યન સોસાયટીનાઓ પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન જાહેર રોડ ઉપર લગાવવામાં આવેલ સાઈન બોર્ડ ધરાશાયી થતા પિતા – પુત્ર ઘાયલ થયા હતા.આ બનાવને પગલે આ રોડ ઉપરથી પસાર થતા કેટલાક લોકો દોડી આવ્યા હતા.અને આ બનાવની જાણ કરવામાં આવતા 108 એબ્યુલન્સના કર્મીઓ તુરંત સ્થળ પર આવી પહોંચી બંને પિતા પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં બંનેની તબિયત સુધારા પર હોવાની માહિતી સાંપડી હતી.

મદનઝાંપા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી

વાવાઝોડા સામે વરસાદને પગલે શહેરમાં પાણી ભરાવા સાથે ઝાડ પડવાના બનાવો નોંધાયા ત્યારે મકાન પડવાનો બનાવ પણ બનવા પામ્યો છે. ફાયર વિભાગ દ્વારા જૂના જર્જરિત મકાનોને ઉતારી લેવાની તંત્ર દ્વારા અગાઉ જાણ કરવામાં આવી હતી. મદનઝાંપા રોડ પર આવેલ જર્જરિત મકાનમાં મોટી દુર્ઘટના ટળી હતી. ભારે વરસાદને પગલે મદન ઝાંપા રોડ પર આવેલ જર્જરીત મકાન જે બંધ હતું તેનો કેટલોક ભાગ તૂટી પડતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી જેના પગલે ફાયર િવભાગના કર્મચારીઓએ આવીને રેસ્કયુ કામગીરી હાથ ધરી હતી. મકાનના તૂટી પડેલા ભાગના કાટમાળને દૂર કરવાની કામગીહી હાથ ધરવામાં આવી હતી. બનાવની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનર પી. સ્વરૂપ અને મેયર કેયુર રોકડીયાને થતાં તેઓએ ઘટનાસ્થળની મુલાકાત લઈને કામગીરીને િનહાળી હતી. મકાન બંધ હોવાથી કોઈ જ જાનહાની થઈ ન હતી.

વડસર બ્રિજ પર 5 વીજ થાંભલા ધરાશાયી

તૌકતે ચક્રવાતની અસરને પગલે વહેલી સવારથી જ તેજ પવન સાથે વરસાદ વરસતા શહેરના વડસર બ્રિજ પર 5 વીજ થાંભલા ધરાશાયી થતા વડસર બ્રિજ બંધ કરવાની ફરજ પડી હતી. ગુજરાત રાજ્યમાં પ્રવેશેલા તૌકતે વાવાઝોડાની અસર વહેલી સવારથી જ વડોદરા શહેરમાં જોવા મળી હતી.તેજ પવન સાથે વરસેલા વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું.શહેરના માંજલપુર અને કલાલી વિસ્તારને જોડતા વડસર બ્રિજ ઉપર તેજ પવનને લઈને પાંચ વીજ થાંભલા ધરાશાયી થયા હતા.

ચાલુ વીજ સપ્લાય દરમિયાન ધરાશાયી થયેલા થાંભલાઓને કારણે સ્થાનિક પોલીસ દ્વારા તુરંત જ બ્રિજ બંધ કરાવાયો હતો.અને ઘટનાની જાણ ફાયરબ્રિગેડ તેમજ વીજ કંપનીને કરાતાં સ્થળ પર પહોંચેલી ટીમોએ વીજ સપ્લાય બંધ કરી વડસર ઓવરબ્રિજ પરથી ધરાશાયી થયેલા થાંભલાઓને દૂર કરવાની કામગીરી હાથધરી હતી.

Most Popular

To Top