SURAT

ફેબ્રુઆરીથી બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસ ભુજ સુધી દોડશે

સુરત: પ્રવાસીઓની (Tourists) સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12965/66 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસને 7 ફેબ્રુઆરી, 2023થી ભુજ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેનના (Train) ટાઈમ (Time) અને ઓપરેશનના દિવસોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ એક્સપ્રેસ ગુરુવારને બદલે દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી બપોરે 12.45 વાગ્યે રવાના થશે અને બીજા દિવસે સવારે 06.00 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન બોરીવલી ખાતે 13.09 વાગે આવીને 13.12 વાગે રવાના થશે. સુરત ખાતે 16.17 વાગે આવીને 16.22 વાગે રવાના થશે. વડોદરા ખાતે 18.01 આવીને 18.06 રવાના થશે, આણંદ ખાતે 18.40 વાગે આવી 18.42 વાગે રવાના થશે, નડિયાદ ખાતે 18.59 વાગે આવીને 19.01 વાગે રવાના થશે, અમદાવાદ ખાતે 20.00 વાગે આવીને 20.10 વાગે રવાના થશે, મહેસાણા ખાતે 21.35 વાગે આવીને 21.37 વાગે રવાના થશે, પાલનપુર ખાતે 22.57 વાગે આવીને 23.12 વાગે રવાના થશે, ડીસા 23.36 વાગે આવીને 23.38 વાગે રવાના થશે, ભીલડી ખાતે 23.54 વાગે આવીને 23.56 વાગે રવાના થશે, દિયોદર ખાતે 00.16 વાગે આવીને 00.18 વાગે રવાના થશે, રાધનપુર ખાતે 00.55 વાગે આવીને 00.57 વાગે રવાના થશે, અદેસર ખાતે 01.55વાગે આવીને 01.57 વાગે રવાના થશે, સામખિયાળી ખાતે 03.09 વાગે આવીને 03.11 વાગે રવાના થશે, ભચાઉ ખાતે 03.27 વાગે આવીને 03.29 વાગે રવાના થશે. ગાંધીધામ ખાતે આવીને 04.35 વાગે રવાના થશે.

પાછી ફરતી ટ્રેન નંબર 12966 ભુજ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ એક્સપ્રેસ ભુજથી 17.40 રવાના થશે અને 18.40 વાગે ગાંધીધામ પહોંચીને 19.00 રવાના થશે. ગાંધીધામ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સમયમાં કોઇ ફેરફાર નથી કરાયો. આ ફેરફાર 10 ફેબ્રુઆરી, 2023 થી લાગુ થશે.\યાત્રીઓએ ખાસ ધ્યાન આપવું કે ટ્રેન નંબર 12965 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસની 9 ફેબ્રુઆરી, 2023 અને ત્યાર પછી ગુરુવારની યાત્રા રદ કરવામાં આવી છે અને જે યાત્રીઓએ આ ટ્રેન માટે પોતાની ટિકિટ બુક કરાવી હોય તેમને ટિકિટ કેન્સ કરવાથી સંપૂર્ણ રિફંડ મળશે.

Most Popular

To Top