નવી દિલ્હી: ભારત (INDIA)ના કોરોના(CORONA)ના કુલ કેસોની સંખ્યા 2 કરોડની સપાટીને વટાવી ગઈ છે. જેમાં માત્ર 15 દિવસમાં 50 લાખથી વધુ કેસોનો વધારો નોંધાયો હતો. દેશમાં એક દિવસમાં કોરોનાના નવા 3,57,229 કેસ (NEW CASE) નોંધાયા હતા, આ સાથે કુલ કેસો (TOTAL CASE)ની સંખ્યા વધીને 2,02,82,833 થઈ ગઈ છે.
જ્યારે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે (CENTRAL MINISTRY OF HEALTH) મંગળવારે અપડેટ કરાયેલા આંકડા મુજબ, વધુ ૩૪૪૯ મોત સાથે મૃત્યુઆંક વધીને 2,22,408 થઈ ગયો છે. દેશમાં કુલ કોરોના કેસોનો આંકડો 19 ડિસેમ્બરે એક કરોડનો આંકડો વટાવી ગયો હતો. ત્યારબાદ આ કેસો 5 એપ્રિલના રોજ 1.25 કરોડના આંકને પાર કરવામાં 107 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ આ કેસો માત્ર 15 દિવસમાં 1.50 કરોડના આંકડાને પાર કરી ગયા હતા. દેશમાં કોરોના કેસના સતત વધારાના કારણે સક્રિય કેસોની સંખ્યા વધીને 34,47,133 થઈ ગઈ છે, જે કુલ કેસના 17 ટકા છે. સવારે આઠ વાગે અપડેટ કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે, ભારતમાં કોરોના સામે રિકવરી રેટ 81.91 ટકા નોંધાયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 1,66,13,292 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુદર 1.10 ટકા નોંધાયો છે.
ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અનુસાર, દેશમાં સોમવારે 16,63,742 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે 3 મે સુધીમાં કુલ 29,33,10,779 ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં નોંધાયેલા નવા 3,449 મોતમાં મહારાષ્ટ્રનાં 567, દિલ્હીનાં 448, ઉત્તર પ્રદેશનાં 285, છત્તીસગઢના 266, પંજાબનાં 155, રાજસ્થાનનાં 154, ગુજરાત અને હરિયાણાનાં 140-140, ઝારખંડનાં 129, ઉત્તરાખંડનાં 128 અને તામિલનાડુનાં 122 લોકોનો સમાવેશ થાય છે.
કુલ કેસો તારીખ
20 લાખ 7 ઑગસ્ટ 2020
50 લાખ 16 સપ્ટેમ્બર 2020
1 કરોડ 19 ડિસેમ્બર 2020
દોઢ કરોડ 19 એપ્રિલ 2021
બે કરોડ 4 મે 2021