સુરત: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક શહેરોમાં કમોસમી વરસાદ સાથે મીનિ વાવાઝોડાંની પણ અસર જોવા મળી રહી છે. ગતરોજ રાજકોટ, ગોંડલ બાદ હવે સુરત શહેરમાં પવન સાથે વરસાદ ઝાંપટા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે હોળીની તૈયારઓ પર પાણી ફરી વળ્યું હતું.
- શહેરમાં વરસાદી ઝાપટા પડયા
- હોળીની તૈયારી કરનારાઓમાં તાડપત્રી લેવા દોડાદોડી
- ગોબર સટીક અને લાકડા ભીના થયા
- શહેરમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે
સુરત શહેરમાં વરસાદી ઝાપટાંના કારણે વાતાવરણાં ઠંડક જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર લગભગ બપોરે 1 વાગ્યા બાદથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવન સાથે વાતાવરણ ભેજવાળું બન્યું હતું. વાતાવરણમાં ઠંડક બાદ જોરદાર વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી પાણી જોવા મળ્યું હતું. કમોસમી વરસાદી ઝાપટાના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી હતી. જો કે રેનકોટ અને છત્રી વગર બહાર ખરીદી માટે નીકળે લોકોને વરસાદ નડ્યો હતો.
ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાક શહેરોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે જાણે ચોમાસું ફરી શરૂ થઈ ગયું છે. સુરત શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદી ઝપટાં પડ્યા હતા. ભર બપોરે ગરમીના બદલે અચાનક જ ગાજવીજ સાથે વરસાદ વરસતા લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગે બુધવાર સુધી માવઠાની આગાહી કરી હતી. તેથી સોમવાર મોડી રાતથી કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. રાજકોટ, ગોંડલમાં મોડી રાતથી જ વરસાદી ઝાપટા સાથે કરા પડ્યા હતા.
હોળીની તૈયારી વચ્ચે લોકો તાડપત્રી લેવા દોડ્યા
હોળીના તહેવાર નિમિત્તિ શહેરમાં હોળી દહનની તૈયારીઓ કરવામાં આવી રહી છે. હોળી દહન માટે લાકડા, ગોબર સ્ટિક, પતંગો સહિતીની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આજે સાંજે 6 વાગ્યા બાદ હોળી દહનનું મૂહૂર્ત હોવાથી ગોમડાઓ તેમજ સોસાયટીઓમાં હોળીકા દહનની તૈયારી કરી દેવામાં આવી છે. ત્યારે અચનાક જ ગાજવીજ સાથે વરસાજ વરસતા હોળીની તૈયારીની વચ્ચે લોકો તાડપત્રી લેવા માટે દોડ્યા હતા. વરસાદથી બચવા માટે તાડપત્રીનો શેડ બનાવવામાં આવ્યો હતો.
પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી
સુરત સહિત સંઘ પ્રદેશ દમણ તથા આસપાસના વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોરે 1 કલાકની આસપાસ કડા ડીબાંગ વાદળો વચ્ચે ભારે પવનના વંટોળ સાથે વરસ્યો કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક આવેલા વરસાદને પગલે પ્રદેશના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. વરસાદને પગલે ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. મળતી માહિતી અનુસાર વાતાવરણમાં 7 થી 8 ડિગ્રી તાપમાનમાં થયો ઘટાડો નોંધાયો છે. કમોસમી વરસાદના કારણે કેરી તેમજ અન્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાય રહી છે. પાકને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બુધવાર સુધી વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.