નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનને (Farmers’ Protest) ટેકો આપતી એક પ્રોટેસ્ટ ટૂલકિટ (toolkit) ભારતની છબી ખરડવાના ઇરાદાસર બનાવવામાં અને ખાલિસ્તાન (Khalistaani Group) તરફી તત્વો સાથે સાંઠગાંઠ કરવામાં ક્લાઇમેન્ટ કાર્યકર્તા દિશા રવિની (climate activist Disha Ravi) સાથે મુંબઇના એક વકીલ અને બીડના એક એન્જિનિયર પણ જોડાયા હતા એમ દિલ્હી પોલીસના (Delhi Police) અધિકારીઓએ જણાવ્યું હતું.
વકીલ નિકિતા જેકબ (Advocate Nikita Jacob) અને ઇજનેર શાંતનુ (Shantanu Muluk) સામે બિન-જામીનપાત્ર વૉરન્ટ (non bailable warrant) જારી કરવામાં આવ્યા છે, જેઓ ભાગતા ફરે છે. 11 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની હિંસાના 15 દિવસ પહેલા આ બંનેએ ખાલિસ્તાન તરફી જૂથ પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન (Poetic Justice Foundation) દ્વારા આયોજીત એક ઝૂમ મિટિંગમાં ભાગ લીધો હતો એમ જોઇન્ટ પોલિસ કમિશ્નર (સાયબર) પ્રેમ નાથે જણાવ્યું હતું.
આ બેઠકમાં ગ્લોબલ ફાર્મર સ્ટ્રાઇક અને ગ્લોબલ ડે ઓફ એકશન (Global Farmer Strike and Global Day of Action), 26 જાન્યુઆરી નામની ટૂલકિટ બનાવવા માટેની પદ્ધતિઓ નક્કી થઇ હતી એમ નાથે એક પત્રકાર પરિષદને (press conference) જણાવ્યું હતું. આ કેસમાં સોશ્યલ મીડિયા તથા તેની બહાર વિચારોનું ધ્રુવીકરણ થતા તેઓ પીટર ફ્રેડરિક નામના (Pieter Friedrich) એક માણસ મારફતે આઇએસઆઇના (ISI) તત્વની પણ તપાસ શરૂ કરવામાં આવી છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પીટર આઇએસઆઇના એક ઓપરેટિવ તરીકે નોંધાયેલો છે.
દિશા, શાંતનુ અને નિકિતાએ આ ટૂલકિટ બનાવી અને એડિટ કરી હતી. દિશાએ ટૂલકિટ ગ્રેટા થંબર્ગને (Greta Thunberg) ટેલિગ્રામ મારફતે મોકલી હતી. દિશાએ પોતે આ ટૂલકિટ ફેલાવવા જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું હતું તે બાદમાં તેણે ડીલીટ કરી નાખ્યું હતું. દિશાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે યોગ્ય પ્રક્રિયાઓને અનુસરવામાં આવી હતી એમ નાથે જણાવ્યું હતું. દિલ્હી પોલીસના સૂત્રો કહે છે કે નિકિતા, દિશા, શાંતનુ સહિત ઘણા લોકો ડિસેમ્બર 2020 ના પહેલા અઠવાડિયાથી પુનીત મારફત પોએટિક ફાઉન્ડેશન સાથે સક્રિય કાવતરું કરી રહ્યા છે. સૂત્રો કહે છે કે આ લોકોએ મૂળભૂત મુસદ્દો બનાવ્યો હતો, જેનો આખરે ટૂલકીટમાં ઉપયોગ થવાનો હતો.
ખાલિસ્તાની સમર્થક મો ધાલીવાલની નજીકના કેનેડિયન રહેવાસી અનિતા લાલ (Anita Lal) પણ ટૂલકીટ કેસમાં એક મહત્વપૂર્ણ પાત્ર છે અને તે પણ દિલ્હી પોલીસના રડાર પર છે. અનિતા લાલ વર્લ્ડ શીખ ઓર્ગેનાઇઝેશનની (World Sikh Organisation) સહ-સ્થાપક પણ છે. અનિતા લાલ પણ ટૂલકીટ તૈયાર કરવામાં સામેલ હતી. 11 જાન્યુઆરીએ જે ઝૂમ મીટિંગ યોજાઈ હતી, તેમાં અનિતા લાલ પણ શામિલ હતા.
ટૂલકીટ શાંતનુ દ્વારા બનાવવામાં આવેલ ઇમેઇલ એકાઉન્ટમાંથી બનાવવામાં આવી હતી. દિશા અને નિકિતાએ આ દસ્તાવેજ સંપાદિત કર્યા. તેમાં વસ્તુઓ ઉમેરી હતી અને તેને વધુ શેર કરી હતી. દિશા, નિકિતા અને શાંતનુ ખાલિસ્તાની તરફી સંસ્થા પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનના સંપર્કમાં હતા. પીજેએફના મો ધાલીવાલે કેનેડામાં રહેતી પુનિત નામની મહિલાના માધ્યમથી આ લોકોનો સંપર્ક કર્યો હતો.
મો.ધાલીવાલનો ઉદ્દેશ આ આંદોલનને મોટું બનાવવાનો અને ખેડૂતોમાં અસંતોષ ફેલાવવાનો હતો. એટલે કે એક્શન પ્લાન જે ટૂલકીટ દ્વારા બનાવવામાં આવી હતી. ખાલિસ્તાની દળો દિશા, નિકિતા અને શાંતનુ જેવા લોકો સાથે અમલમાં મૂકવા માટે રોકાયેલા હતા. ટૂલકીટ જે ખાલિસ્તાની સમર્થકો સાથેની બેઠક બાદ તૈયાર કરવામાં આવી હતી. દિશા રવિએ તે ટૂલકિટ પર્યાવરણ કાર્યકર ગ્રેટા થાનબર્ગને ટેલિગ્રામ પર મોકલી હતી. દિશા રવિએ ટૂલકિટ તૈયાર કરનારા સભ્યોને ઉમેરીને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું, જેને બાદમાં તેણે ડિલીટ કરી દીધું. દિશા રવિએ ફોનમાંથી ઘણો ડેટા કાઢી નાખ્યો છે. દિશાની ટેલિગ્રામ ચેટમાં એ પણ ઘટસ્ફોટ થયો હતો કે ધરપકડ થતા પહેલા 3 ફેબ્રુઆરીએ માલિકોના હક્કો લઈને ટૂલકીટ દસ્તાવેજો સાથે જોડાયેલા ખાતા અને લિંક્સને પણ ડિલીટ કરી દીધી હતી.
દિશા રવિએ ગ્રેટા થનબર્ગને ટૂલ કીટ કરી નાખવા કેમ કહ્યુ? દિલ્હી પોલીસે પણ આ વાતનો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડિસ્ટિટેડ ટૂલ કીટમાં દિશાનું નામ હતું. આથી તેને UAPA હેઠળ કાર્યવાહીનો ડર હતો. તેના વકીલો સાથે વાત કરતાં, તેમણે ટૂલ કીટનું સંપાદન કર્યું અને તેને ફરીથી ગ્રેટામાં મોકલ્યું. એટલે કે દિશાને ખબર હતી કે ટૂલ કીટમાં સમાવિષ્ટ સામગ્રી વિસ્ફોટક હતી.