દાહોદ: દાહોદ તાલુકાના બાવકા ગામના સિમળખેડી ફળીયામાં પ્રાથમીક શાળા તરફ જતા મુખ્ય રોડની બિસ્માર હાલત છે.
બાવકા ગામના સિમળખેડી ફળીયાનો પ્રાથમીક શાળા તરફ જતો મુખ્ય રોડ કે જેના પર વધુ પડતી અવર જવર થતી હોય છે જે રસ્તા ઉપરથી પસાર થઇ શાળાના બાળકો શાળાએ જતા હોય છે. તેમજ ગ્રામજનો પણ વહેલા મોડા ખેતર આવ-જા કરતા હોય છે તો આ રસ્તા પરના પડેલ ખાડાઓ, કાદવ કિચ્ચડ વિગેરે અવાર નવાર શાળાએ જતા બાળકો તેમજ ખેતીકામ અર્થે જતા ગ્રામજનોને અડચણરૂપ થતુ હોય છે અને શાળાએ જતુ કોઇ બાળક સ્લીપ ખાઇ ત્યા પડી જવાથી કે કોઇ ગ્રામ જનો માથા પર ઘાસનો ભારો લાવતા કે કોઇ બહેન-દિકરી ફળીયાના એક માત્ર હેન્ડ પંપ પરથી પાણી ભરીને લાવતા ચોમાસાના આ સમયમાં કાદવ કિચ્ચડ ના કારણે અકસ્માત થાય તેમ હોય તેમજ ફળીયામાંથી લોકો સાયકલ પર કે કોઇ મોટર સાયકલ પર તેમજ ગામમાં પાલતુ પ્રાણીઓની પણ એ રોડ પર અવર જવર થતી હોય છે અને ચોમાસાના સમય દરમ્યાન ખુબજ કાદવ કીચડ થતી હોય છે અને આ વિસ્તાર 300 થી 350 સુધી મતદાર ધરાવતો વિસ્તાર છૅ.
ત્યાંની વસ્તી બાળકો સાથે આસરે 450 થી 500 સુધી ની છૅ અને ચોમાસા દરમિયાન બાવકા ગ્રામ પંચાયત વિસ્તારના વોર્ડ નંબર 14 સીમળખેડી ફળિયામાં અવાર-નવાર સરપંચ, તાલુકા સભ્ય તેમજ ગ્રામ સભામાં પ્રાથમિક શાળા તરફ જતા રસ્તાની બિસ્માર હાલત માટે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કામ કરવામાં આવેલ નથી તમામ ને આ મુખ્ય રોડ હોય અવર-જવર માટે ખુબજ થખલીફ પડતી હોય છૅ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રસ્નો ધ્યાને લેવામાં આવતા નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં ગલ્લા તલ્લા કરતા હોય છૅ આ સમસ્યા ના નિવારણ માટે હવે વહીવટી તંત્ર શુ પગલાં લેશે તે જોવું રહ્યું.
શહેરા માર્કેટિંગ યાર્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય : ગ્રામજનોને ભારે મુશ્કેલી
શહેરા: શહેરા માર્કેટિંગ યાર્ડમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જામતા અહીં આવતા ખેડૂતો ,પશુપાલકો સહિત અન્ય લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પશુ ખરીદી કરવા અને સસ્તા અનાજની દુકાન માં આવતા રેશનકાર્ડ ધારકો તેમજ અન્ય લોકોને કાદવ કિચડમાંથીના છુટકે પસાર થવું પડતુ હોવા છતાં જવાબદાર માર્કેટિંગ યાર્ડ દ્વારા આ કાદવ કિચડ દૂર કરવા માટે વિચાર્યું પણ નથી. પાણીના ખાબોચિયા પણ ભરાઈ રહેતા હોવાથી અહીં મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો હોય ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે કે પછી હોતી હે ચાલતી હૈ તેમ ચાલશે કે શું? માર્કેટિંગ યાર્ડમાં પશુઓના તબેલા પણ આવેલા હોવા સાથે તાલુકા પંથક માંથી ખેડૂતોની પણ અવર જવર રહેતી હોય ત્યારે કાદવ કિચડમાંથી પસાર થતી વખતે કોઈ વ્યક્તિનો પગ લપસી જવાના કારણે શરીરને ઈજા પહોંચે તે પહેલા કાદવ કીચડ દૂર કરવામાં આવે તેવી માંગ અહી આવતા ખેડૂતો સાથે અન્ય લોકો પણ કરી રહયા છે.