Charchapatra

પુસ્તક સાથે  સામાજીક મૂલ્યોની આજની યુવાપેઢીને જરૂરિયાત

શિક્ષણ આપણા જીવનની મહત્વપૂર્ણ જરુરિયાત છે. તેના વગર માણસ અધુરો છે. સમયાતંરે શિક્ષણ આપવાની પધ્ધતિઓ બદલાતી ગઈ છે. પહેલા ઋષિમુનિઓ દ્વારા  શિષ્યોને શિક્ષણ અપાતું તેમા તમામ શિક્ષણના ગુણો અને સામાજીક  મૂલ્યો શિખવાડવામા આવતા. આપણા દેશમાં 2020થી નવી શિક્ષણ પધ્ધતિ અમલી બની છે. પાંચ વરસ પુરા થઈ ગયા છે. પણ તેનાથી શિક્ષણ પધ્ધતિમાં કેટલો સુધારો આવ્યો  ખરો? અખબારોમાં સમાચાર આવે છે કે પુત્રએ માતા કે પિતાની હત્યા કરી નાખી, પુત્ર નાની ઉમરે ડ્રગ્સને રવાડે ચઢી ગયો, બીએડ કરેલી યુવતી ડ્રગ્સ સાથે પકડાઈ, ઈજનેરી ભણેલો વિદ્યાર્થી સાયબર ફ્રોડમાં પકડાયો, અધિકારીઓ કે પોલીસ  લાખોની  લાંચ લેતા પકડાયો, વગરે વગેરે. મારુ માનવું છે કે આ પાછળનું કારણ શિક્ષણ વ્યવસ્થામાં રહી ગયેલી એક  ઉણપ કે ખામી  છે.

પુસ્તકોમાંથી ભણવાનું અને તેનું રટણ કરીને પરિક્ષા  આપવાની. આ પધ્ધતિનો કોઈ વિરોધ પણ ન હોઈ શકે પણ મૂલ્યો આધારિત શિક્ષણની જરુર છે. જો બાળકને પ્રાથમિક કક્ષાએ આ પ્રકારનું શિક્ષણ  આપવામાં આવે તો એ ભવિષ્યમાં સારો નાગરિક 100 ટકા બનશે તેમા કોઈ જ બેમત નથી. તેને પ્રાથમિક કક્ષાના ભણતરથી જ  ચોરી કરવાની કે ભષ્ટ્રાચાર કરવાથી શું નુકસાન થશે કે વ્યસન કરવાની તેના  ભવિષ્યમાં  કેવી ગંભીર પરિસ્થીતિનો સામનો કરવો પડશે તે જો શીખવાડવામા આવે તો મને લાગે છે  ભવિષ્યમાં તૈયાર થનારા નાગરિક તેનું જીવન સુંદર રીતે જીવી શકશે.
શહેરા, પંચમહાલ- વિજયસિંહ સોલંકી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top