૨૧ મી ફેબ્રુઆરી માતૃભાષા દિવસ છે.માતૃભાષા દિવસ ઉજવવો પડે છે એ વાત જ સાબિત કરે છે કે માતૃભાષા ગુજરાતી માટે આપને બહુ લાંબી મજલ કાપવાની બાકી છે. રસ્તા પર આપને ચાલતા હોઈએ તે વખતે દુકાન પરના નામવાલા સાઈનબોર્ડ જોજો અર્ધા ઉપરાંત બોર્ડ પર ગુજરાતી ભાષામા દુકાનોના નામ લખ્યા હોતા નથી.જે નામો ગુજરાતીમા લખ્યા હશે એમાં કઈ ભલીવાર હોતો નથી જોડણીની અસંખ્ય ભૂલો હોય છે આપને રોજેરોજ આ જોઈએ છીએ પણ કઈ કરતા નથી એ આપણી અને માતૃભાષાની કમનસીબી છે.
હમણાં બહુ સાંભળવા વાંચવા મળતો શબ્દ સાત કરોડ ગુજરાતી ઓમાથી કેટલાને ગુજરાતી બરાબર વાંચતા લખતા આવડે છે? આપને ત્યા બીજા રાજયોના નાગરિકોની વસ્તી વધારે છે એમને બાદ કરતા કેટલા ગુજરાતીઓને ગુજરાતી બરાબર લખતા વાંચતા આવડે છે? આ એક સર્વે કરવા જેવો છે આપને ખબર તો પડે આપને કયા છે? અરે હમણાં કોલેજ શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીમિત્રોને ગુજરાતી બરાબર લખતા વાંચતા આવડે છે? બોર્ડની પરીક્ષામા સૌથી વધુ ગુજરાતી વિષયમા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો નાપાસ થયેલા ગણાય. અફસોસ સાથે કહેવું પડે છે કે હવે ૧૦૦ ટકા શુદ્ધ ગુજરાતી લખવી હવે કદાચ શક્ય નથી.
કેટલા વિદ્યાર્થીમિત્રો રોજ અખબાર નિયમિત વાંચે છે?કેટલા વિદ્યાર્થીમિત્રો અખબારની પૂર્તિઓ મેગેઝીન કે મહાનુભાવોના જીવન ચરિત્ર વાંચે છે? કેટલાને ખબર છે કે દલપતરામ નર્મદ કલાપી ઝવેરચંદ મેઘાણી કોણ હતા? કેટલા મિત્રો ગુજરાતી સારી વાર્તાઓ સારી ગઝલો કવિતા વાંચે છે? કેટલા મિત્રો ગાઈડની મદદ વીના જવાબ લખી શકે છે? આપને ભણતા હતા ત્યારની એક બિલાડી જાડી કરો રમકડાં કુચ કદમ કે રીછ એકલું ફરવા ચાલ્યું યાદ છે મિત્રો કે ભુલી ગયા?
સુરત- અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પેન્શનરની મુંઝવણ
નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીને મળતા પેન્શન ઉપર જીવનનિર્વાહ કરતા હોય છે. મોંઘવારી તો સતત વધતી જાય છે. મોંઘવારીના રાક્ષસને અટકાવી શકાતો નથી. કેન્દ્ર સરકાર દ્વારા દર છ મહિને મોંઘવારી ભથ્થું મોંઘવારી મુજબ વધારવામાં આવે છે પણ રાજય સરકાર દ્વારા તેના અમલ થવામાં ઘણો વિલંબ થઇ રહ્યો છે જેના કારણે નિવૃત્ત કર્મચારીને જીવનનિર્વાહ કરવુ ઘણું મુશ્કેલ થઇ રહ્યું છે. નિવૃત્ત થયા બાદ તબીબી સારવાર ખર્ચ પણ વધતો રહે છે. છોકરા ઉપર મા-બાપને આધાર રાખવો પડે છે. પણ છોકરા પણ આ મોંઘવારીમાં માંડ માંડ પોતાનો જીવનનિર્વાહ કરતા હોય છે તેથી મા-બાપને મદદ કરવામાં અગવડ પડે છે.
છતાં છોકરા મા-બાપનું ભરણપોષણ તો કરે જ છે. એટલે સમયસર મોંઘવારી ભથ્થું જાહેર કરી એ જ સમયે મોંઘવારી ભથ્થું આપવું જરૂરી છે. ઘણી વાર તો એટલું મોડું થાય છે કે ઇન્કમટેક્ષના ફોર્મ ભરવામાં આ વર્ષની આવક આવતા બીજા વર્ષની આવક ગણાઈ જાય છે. માટે પેન્શનરોની વ્યથા સમજી સરકાર સમયસર મોંઘવારી ભથ્થું આપે તેવી અપેક્ષા. મોંઘવારી ભથ્થું માંગ્યા વગર મળે એ જ સારું પગલું કહેવાય.
વડોદરા – જયંતીભાઇ ઉ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.