Charchapatra

આજનું ભણતર અને સ્ટાર્ટ અપ ઇન્ડિયા

તાજેતરમાં  વડા પ્રધાન  નરેન્દ્ર મોદી દ્વારા સોળમી જાન્યુઆરીને સ્ટાર્ટ અપ ઇન્ડિયા ડે તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ઐતિહાસિક પગલું છે. આ સ્કીમ આજના યુવાનોને પગભર થવા માટે ઘણી મદદરૂપ નીવડશે એવું વિશ્લેષકોનું માનવું છે. જો કે જયારે એક વિદ્યાર્થી તરીકે હું આ યોજનાને જોઉં છું ત્યારે મને આ સ્કીમ અને આજના આપણા ભણતર વચ્ચે સમન્વયનો થોડો અભાવ લાગે છે જેમ કે બારમા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં આપણને આવતા વિષયોમાં ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઇતિહાસ વગેરેનો સમાવેશ થાય છે, જેનું મારા મતે એક સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે પ્રત્યક્ષ યોગદાન ખૂબ ઓછું છે. કેમ કે આમાંના મોટા ભાગના વિષયો માહિતી તથા સત્યો આધારિત છે જેમાં વિદ્યાર્થીનું ગોખણિયું જ્ઞાન વધે છે અને એમનું વ્યવહારુ જ્ઞાન સીમિત રહી જાય છે. તેથી મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે આપણા અભ્યાસક્રમમાં સ્કિલ આધારિત વિષયોનો પણ સમાવેશ કરવો જોઈએ જેથી કરીને વિદ્યાર્થીને આગળ  જઈને સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે અલગથી કોઈ કોર્સ કરવો ન પડે અને એમને ઓછામાં ઓછી તકલીફોનો સામનો કરવો પડે. મારા મતે આપણે જમાના સાથે આપણા પાઠ્યપુસ્તક તથા સિલેબસને પણ અપગ્રેડ કરતાં રહેવું જોઈએ.
સુરત       – નીલ જીબ્રેશ બક્ષી  -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top