Charchapatra

રાત્રી હોટલોમાં ખાણી-પીણીથી સાવધાન!

શહેરમાં મોડીરાત સુધી ખાણી-પીણીની દુકાનો-હોટલો ચાલુ રહે છે. કેટલીક જગ્યાઓ પર હલ્કી ગુણવત્તાની ખાદ્ય સામગ્રી વેચીને શહેરની જનતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે. તેવી મોટી સંખ્યામાં ફરિયાદો બાદ પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ નાઇટ સ્કવોડ ટીમ બનાવવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા રાત્રિનાં ફ્રુડ સેમ્પલ તપાસવા માટે સેન્ટ્રલ ઝોન, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન સિનેમારોડ તેમજ ઉધના ઝોન એ માં બમરોલી, કૈલાસ ચોકડી અને વરાછા બી ઝોન દ્વારા બાપા સીતારામ ચોકડીથી સીમાડા નાકા તેમજ કતારગામ અને વેડરોડ વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. તેમાં ચોંકાવનારા પરીણામ સ્વરૂપે 289 ટી સેન્ટર 340 પાન અને કોલ્ડ્રીક્સ અને અન્ય હોટલોમાંથી 564 કિલો વાસી ખોરાક પ્રાપ્ત થયો હતો. જેથી સંબંધીત તમામને પાલિકા દ્વારા નોટીસો ફટકારવામાં આવી છે. શહેરની જનતા બહારના ભોજન અને પીણાઓથી સાવધાન અને જાગૃત રહે.
સુરત     – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top