ગાંધીનગર : ગુજરાત પર રહેલી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં આગામી 24 કલાક દરમ્યાન અરવલ્લી,ખેડા , આણંદ , પંચમહાલ , દાહોદ , મહીસાગર , વડોદરા અને ભરૂચ સહિતના જિલ્લામાં માવઠાની વકી છે. હવમાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આગામી 24 કાલકમાં માવઠું થશે, જયારે આજે દિવસ દરમ્યાન વાદળછાયા વાતાવરણના કારણે ઠંડીમાં રાહત મળી હીત. કચ્છના નલિયામાં 13 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી. આ રીતે આગામી આખા સપ્તાહમાં ઠંડી કે ગરમીમાં કોઈ વધઘટ થવાની નથી.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ , રાજયમાં આજે અન્ય શહેરો પૈકી ભૂજમાં 16 ડિ.સે.,નલિયામાં 13 ડિ.સે., કંડલા પોર્ટ પર 18 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 15 ડિ.સે.,અમરેલીમાં 19 ડિ.સે., ભાવનગરમાં 20 ડિ.સે.,પોરબંદરમાં 16 ડિ.સે., રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમા 19 ડિ.સે., મહુવામાં 20 ડિ.સે., કેશોદમાં 18 ડિ.સે.,અમદાવાદમાં 20 ડિ.સે.,ડીસામાં 17 ડિ.સે.,ગાંધીનગરમાં 19 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 21 ડિ.સે.,વડોદરામાં 20 ડિ.સે., સુરતમાં 20 ડિ.સે. અને દમણમાં 20 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું છે.