Vadodara

આજે વડોદરા તિરંગામય બનશે

વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આખા ભારત દેશમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે આખા ભારત દેશમાં તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ વચ્ચે દેશના દરેક જણ પોતાના ઘર પર ઝંડો લહેરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપીલ કરી છે. ત્યારે રાજ્ય સરકાના દ્વારા અભિયાન અંતર્ગત બે દિવસ પહેલા સુરતમાં જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે વડોદરામાં પણ તિરંગા યાત્રા વડોદરામાં સોમવારના રોજ કરવામાં આવ્યું છે. આમ હર ઘર તિરંગા અભિયાન હેઠળ સમગ્ર ભારત દેશમાં દરેક લોકો પોતાના ઘર પર તિરંગો ઝંડો લહેરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી.

હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત બે દિવસ પહેલા જે સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે વડોદરા શહેરમાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ તિરંગા યાત્રામાં ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટિલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. જેના ભાગ રૂપે આજ રોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સ્થળ તિરંગા યાત્રાની તીયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ બે દિવસ અગાઉ નીકળેલ તિરંગા યાત્રા બાદ હવે વડોદરામાં સોમવારના રોજ નીકળનારી તિરંગા યાત્રાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.

તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે મ્યુ.કમિશ્નર શાલીની અગ્રવાલ, વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, મેયર કેયુર રોકડીયા,શહેરના ધારાસભ્યો, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સહિતના લોકોએ કાર્યક્રમ સ્થળની શરૂઆત માટે નક્કી કરાયેલ સ્થળ એવું પ્રદર્શન મેદાનની મુલાકાત લીધી હતી એન મહાનગર સેવાસદન ખાતે બેઠકોનો દોર ચાલુ છે. આ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે પાલિકાની બેઠકમાં યાત્રાને લઈને સ્થળની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં તમામ અધિકારીઓ અને પદાધિકારીઓએ જ્યાંથી તિરંગા યાત્રાનો પ્રારંભ થવાનો છે તેવા પ્રદર્શન મેદાનથી તિરંગા યાત્રાનું જ્યાં પૂર્ણ થશે તેવા કોઠી ચાર રસ્તા સુધીની આ તિરંગા યાત્રાનો સંભવિત રૂટની પણ સમીક્ષા કરી હતી અને સંભવિત રૂટમાં પ્રદર્શન મેળા તિરંગા યાત્રાનું પ્રસ્થાન થશે અને ખંડેરાવ માર્કેટ, લાલ કોર્ટ, પદ્માવતી શોપીગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, કોઠી ચાર રસ્તા પર સમાપન થશે.

Most Popular

To Top