તા. 24.5.21ના ગુ.મિ.માં દેશનો વિકાસ કેવી રીતે કરવો અને બીજા આજના વિકાસશીલ દેશો કેવી રીતે આગળ આવ્યા તે ખૂબ ચર્ચા કરીને સૂરતના ઉદ્યોગપતિ જયોતિન્દ્ર લેખડીયાએ પોતાની કોલમમાં વિસ્તારપૂર્વક લખ્યું છે. એમણે ચીન અને જપાનનો દાખલો ટાંકયો છે કે જે દેશોએ ગામડામાં વિકાસ કરીને દેશને આગળ લાવ્યો છે આજે ચીનની એકેએક વસ્તુ ચીનના ગામડામાં બને છે. ગાંધીજી ભારતની સ્થિતિ સારી રીતે સમજતા હતા. એ વારંવાર કહેતા કે ગામડા અને ખેતીના વિકાસ વગર ભારતનો ઉધ્ધાર નથી. પરંતુ નહેરૂ એનાથી વિરૂધ્ધ જ ચાલ્યા. કાંતણ અને વણાટનો વિકાસ સરદારે ખુદ જાતે પ્રયત્ન કરી બારડોલીના વસવાટ દરમ્યાન કર્યો હતો. બાપુ ગામ કરાડીને પણ ખાદી ગ્રામોદ્યોગ તરીકે વિકસાવ્યો હતો. સરદારે પણ બારડોલીનાં આસપાસના ગામડાઓમાં નેતરની વસ્તુઓના ઉદ્યોગનો વિકાસ કર્યો હતો. બારડોલીના ગામડામાં અરૂના પાતર મોટા પ્રમાણમાં ઉગતા હતા.
તો સરદારે બહેનોને એમાં લગાડી પાતરા બનાવવાનો ઉદ્યોગ વિકસાવ્યોહ તો. આજે પણ બરડોલીના ફરસાણ તરીકે પાતરા વખાણ છે. ગુ.મિ.નો અને ભાઇ લેખડિયાનો પણ આભાર માનવો રહયો. લેખકે અંગ્રેજીમાં અનુવાદ કરીને વડાપ્રધાનને મોકલ્યો છે. માટે આજનો આ કોરોના 19ની મહામારીનો સમય ગામડાના વિકાસ માટે ઉત્તમ સમય છે. કારણ લોકડાઉનોને કારણે શહેરમાં કમાણી માટે આવેલા ગામડાના લોકોને પોતાના ગામમાં જ ગૃહ ઉદ્યોગો વિકસાવવાનું પ્રોત્સાહન સરકાર ધારે તો આપી શકે છે. દરેક રાજયોને ફરજ પાડવામાં આવે કે ગામડા અને ખેતીનો વિકાસ કરે. સંપૂર્ણ વિકાસ માટે ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવો જોઇએ જે ગાંધીજી અને સરદારે કર્યો. ખાલી લોન આપવાથી આ ફકત આર્થિક મદદ કરવાથી ગૃહ ઉદ્યોગો વિકસાવી ન શકાય. શહેરમાંથી પોતાના ગામ તરફ વળેલા લોકો ગૃહ ઉદ્યોગોમાં લગાવી શકાય! ખેતીને વિકસાવવામાં લઇ શકાય. ગૃહ ઉદ્યોગ તથા ખેતીનો વિકાસ કરી મેરા ભારત મહાન બોલવા માટે પ્રયત્ન કરવા જોઇએ.
પોંડીચેર-ડો. કે.ટી. સોની-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.