Madhya Gujarat

આજે કાલોલ APMCમાં ખેડૂત વિભાગની ચટણી, 23 ઉમેદવારો મેદાનમાં ઉતરતા રસાકસી

કાલોલ: કાલોલમાં ૨૯મી ઓક્ટોબરે એપીએમસીના ખેડૂત વિભાગની ચુંટણી માટે મતદાન થશે જે માટે ૨૩ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા ચુંટણીમાં રસાકસીના એંધાણ વર્તાઈ રહ્યા છે જે ચુંટણી માટે ખેડૂત મંડળીના ૧૮૫ મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. કાલોલ એપીએમસીની આ ચૂંટણી માટે ખેડૂત વિભાગના દશ સભ્યોની સિમિતની રચના માટે ૨૩ ઉમેદવારો પૈકી ૪ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત અને બાકીના ૧૯ ઉમેદવારો ભાજપ પ્રેરિત હોવાથી ભાજપમાં બે ભાગ પડી જતા ભાજપમાં જુથવાદી પેનલ આમને સામને આવી જતાં ભારે ચકચાર જગાવી છે.

જેથી ૨૩ ઉમેદવારોમાં કોંગ્રેસ પ્રેરિત ૪ સભ્યો, સત્તાવાર ભાજપ પ્રેરિત ૧૦ સભ્યો, ભાજપ વિરુદ્ધ પરિવર્તન પેનલના ૮ સભ્યો અને પરિવર્તન પેનલમાંથી છુટા પડીને ભાજપને ટેકો આપી તટસ્થ બનેલ એક સભ્ય મેદાનમાં છે. ટૂંકમાં કાલોલ એપીએમસી સમિતિ માટે ખેડૂત વિભાગની ચુંટણીમાં સત્તારૂઢ ભાજપમાં ભાગ પડી જતા આ વખતની ચૂંટણીમાં ગરમાવો આવી જતાં ભારે રસાકસીના એંધાણ સર્જાયા છે. કાલોલ એપીએમસીના વહીવટ માટે ૧૬ સભ્યોની સમિતિની રચના માટે વેપારી મંડળના ૪ સભ્યો અને સહકારી મંડળીના ૨ સભ્યો બિનહરીફ થયા છે, જ્યારે ખેડૂત વિભાગની સમિતિમાંથી ચેરમેન ચુંટવામાં આવે છે જેથી ખેડૂત વિભાગના ૧૦ સભ્યોની રચના માટે શુક્રવારે ચુંટણી યોજાશે. આ ખેડૂત વિભાગની ચુંટણીમાં તાલુકાની ૧૫ મંડળીઓના ૧૮૫ મતદારો ૧૦ સભ્યોને ચુંટવા માટે મતદાન કરશે.

આ ૧૫ ખેડૂત મંડળીઓમાં ૧) સુરેલી અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૨) ઘુસર અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૩) મધવાસ અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૪) મલાવ અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૫) અલવા અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૬) સણસોલી અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૭) બોરુ-ભાદરોલી અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૮) દેલોલ અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૯) પશ્ચિમ બેઢિયા અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૧૦) ચોરાડુંગરી અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૧૧) પીગળી અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૧૨) કાલોલ અર્થક્ષેમ સેવા સહકારી મંડળી ૧૩) રામનાથ સેવા સહકારી મંડળી ૧૪) રાબોડ સેવા સહકારી મંડળી ૧૫) દોલતપુરા સેવા સહકારી મંડળી આમ ૧૫ મંડળીઓના ચેરમેન અને સભ્યો મતદાન કરશે.

Most Popular

To Top