Gujarat

આજે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાતની 10મી શ્રેણી ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’નું ઉદઘાટન કરશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે બુધવારે વાઈબ્રન્ટ ગુજરાતની (Vibrant Gujarat) 10મી શ્રેણી ‘ગેટ વે ટુ ધ ફ્યુચર’ (Gateway to the Future) ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સની 10મી આવૃત્તિનું આયોજન 10 થી 12 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવશે. આ વર્ષની કોન્ફરન્સની (Conference) થીમ ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ છે. આ કોન્ફરન્સમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે.

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10 જાન્યુઆરી 2024ના રોજ સવારે 9:45 વાગ્યે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ લેશે. પીએમ મોદીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે. આ સાથે જ ગુજરાતના સીએમ કહ્યુ હતું કે સમિટ એ આપણા વડા પ્રધાનના વિઝન મુજબ વિકાસ અને સામાજિક-આર્થિક વૃદ્ધિ પ્રત્યેની અમારી ફરજનું પ્રતીક છે.

કોન્ફરન્સમાં HALએ પણ ભાગ લીધો હતો
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ ‘આત્મનિર્ભર ભારત’ પર ભાર મૂકતા ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024’ ની 10મી શ્રેણીમાં ભાગ લીધો હતો. સરકાર હસ્તકની સંરક્ષણ સાધનસામગ્રી ઉત્પાદક આ ઈવેન્ટ દ્વારા તેની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માંગે છે. એચએએલના સીએમડી સીબી અનંતક્રિષ્નને ટ્રેડ શો દરમિયાન જણાવ્યું હતું કે, “અમને વિશ્વાસ છે કે અમે સ્વદેશી રીતે ડિઝાઇન અને વિકાસ કરી રહ્યા છીએ. તે ઉત્પાદનોને પ્રદર્શિત કરવાની આ તક છે. તેમણે કહ્યું કારણ કે ઘણા દેશો આ ઇવેન્ટમાં ભાગ લેશે. તેથી HAL અહીં વૈશ્વિક એરોસ્પેસ ઉદ્યોગને બતાવવા માટે આવશે કે અમારી ક્ષમતાઓ શું છે?

ગઇકાલે મંગળવારે વડાપ્રધાન મોદીએ તિમોર-લેસ્ટેના રાષ્ટ્રપતિ ડૉ. જોસ રામોસ હોર્ટા અને મોઝામ્બિક પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ ફિલિપ જેકિન્ટો ન્યુસી સાથે મુલાકાત કરી હતી. તેમણે બંને રાષ્ટ્રપતિઓ સાથે વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા કરી હતી. તેમજ સંરક્ષણ આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી. આ સિવાય પીએમ મોદીએ વિશ્વભરના ટોચના ઉદ્યોગપતિઓ અને સીઈઓ સાથે પણ મુલાકાત કરી અને ભારતમાં રોકાણ વધારવાની યોજનાઓ પર ચર્ચા કરી.

પીએમ મોદીએ ડીપી વર્લ્ડના ગ્રુપ ચેરમેન અને સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમ, માઈક્રોન ટેક્નોલોજીના ચેરમેન અને સીઈઓ સંજય મેહરોત્રા, ડીકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઈયાન માર્ટિન, એપી મોલર-મેર્સ્કના સીઈઓ કીથ સ્વેન્ડસેન અને તોશિહિરોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી હતી. સુઝુકી મોટર કોર્પોરેશનના ડાયરેક્ટર અને પ્રેસિડેન્ટ મેટ સુઝુકીની સાથે મુલાકાત લીધી હતી. આ સાથે મોદીએ સુલતાન અહેમદ બિન સુલેયમ ડીપી વર્લ્ડની ભારતમાં ગ્રીન અને એનર્જી-કાર્યક્ષમ બંદરોમાં રોકાણને આગળ વધારવાની યોજનાઓની ચર્ચા કરી હતી.

PM-નાહયાનની દ્વિપક્ષીય વાતચીત, ચાર કરાર
PM મોદી અને UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન વચ્ચે ગઇકાલે મંગળવારે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. સમગ્ર મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને દેશો વચ્ચે ચાર એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તેમજ ગુજરાત સરકાર અને દુબઈ સ્થિત બહુરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપની ડીપી વર્લ્ડ વચ્ચે કરાર કરવામાં આવ્યો હતો. બાકીના ત્રણ કરાર રિન્યુએબલ એનર્જી સેક્ટર, નવીન હેલ્થ કેર પ્રોજેક્ટ્સ અને ફૂડ પાર્ક ડેવલપમેન્ટમાં રોકાણ સહયોગ પર છે.

Most Popular

To Top