વડોદરા: આજે વડોદરામા પીએમ નરેન્દ્ર મોદી બપોર બાદ ચૂંટણી સભા ગજાવવાના છે. સ્ટેજ પર શહેર જિલ્લાના દસ ઉમેદવારો હશે વડોદરાના સાંસદ સહિત અન્ય મહાનુભાવો પણ મોદી ના સ્ટેજ પર દેખાશે. વડોદરામા છેલ્લા કેટલાક દિવસથી ચૂંટણી પ્રચાર નિરસ જોવા મળ્યો છે કારણ કે કાર્યકરો કે નેતાઓ ખર્ચ કરતા નથી. હવે મોદી ફરી વડોદરાની 23 દિવસમા બીજી મુલાકાત લેશે અગાઉ તેઓ 30મી ઓક્ટોબરે ઉંઘોગપતિઓ સાથે બેઠક કરી જાહેર સભાને સંબોધન કર્યું હતું. હવે જયારે તેઓ ચૂંટણી પ્રચાર મા આવવાના છે ત્યારે ચૂંટણી પ્રચારમા નવો પ્રાણ ફૂંકાશે તેવું લાગી રહયુ છે. જેવી રીતે રામના નામે પથ્થરો તરી ગયા તેમ આપણે પણ મોદી ના નામે તરી જઈશું તેની રાહ જોઈ ને શહેર જિલ્લા ના દસેય ઉમેદવારો બેસી રહા છે.
હવે જોવાનું એ રહ્યું કે આ દસ મુરતિયાઓ માટે વડાપ્રધાન કેવું અસરદાર ભાષણ કરે છે તે બપોર બાદ માલુમ પડશે. એવું કહેવાય છે કે મોદી ના ભાષણ બાદ આખો માહોલ ફેરવાઈ જાય છે.અને આખરે ઉમેદવારો માટે’ મૈ હું ના ‘ફિલ્મ ટાઇટલ મોદી માટે સાર્થક થતું જોવા મળે છે. વડોદરા શહેર જિલ્લા ની 3 બેઠક પર ખતરાને ટાળવા મોદી મેઝિક કેવું કામ કરશે એતો આવનારો સમયજ બતાવશે આજની સભા ને સફળ બનાવવા કાર્યકરો અને હોદેદારો ને સૌથી વધુ સઁખ્યા મા જનમેદની લાવવા માટે સંગઠન તરફ થી ભારે પ્રેસર કરાયું હોવાનું કહેવાય છે.વડોદરામા આજે યોજાનારી જાહેર સભામા ગુજરાતના મુખ્ય પ્રધાન જ હાજરી આપશે અન્ય કોઈ મહાનુભાવો આવવાના ન હોવાથી સ્ટેઝ પર માત્ર ડબલ એન્જીન અને લોકલ મુરતિયા જ જોવા મળશે.
આગામી વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર માસમાં સમગ્ર ગુજરાતમાં યોજવાની છે ત્યારે બીજા તબક્કામાં મધ્ય ગુજરાતની વિધાનસભાની સીટોનું મતદાન હોય વડોદરા ખાતે મધ્ય ગુજરાતના મીડિયા સેન્ટર નો પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરજી ના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો આ તબક્કે તેમની સાથે આ સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમકુમાર શુક્લાજી ,પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ વગેરે મહાનુભાવો ઉદ્ઘાટન કાર્યક્રમમાં જોડાયા હતા.