વડોદરા: આજે કાર્તિકી પૂર્ણિમાને દિવસે ભગવાન નારસિંહજીના તુલસીજી સાથે લગ્ન લેવાશે. ત્યારે વર્ષોથી ચાલી આવતી પતમોરા મુજબ નરસિંહજીના મંદિરેથી વરઘોડો પ્રસ્થાન થશે અને નિર્ધારિત માર્ગો પર થઈને ભક્તોની ઉપસ્થિતિમાં તુલસીજીના મંદિરે પહોંચશે અને ત્યાં શ્રીનરસિંહજીના લગ્ન તુલસીજી સાથે સંપન્ન થશે. પૌરાણિક મહત્તા ધરાવતો આ વરઘોડો કોરોના ગાઈડ લાઇનના અમલિકર્ણનર કારણે સાદાઈથી સીમિત ભક્તો અને વૈષ્ણવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે તેમ મંદિરના પ્રભારી હિતેશ પરીખે જણાવ્યું હતું.
જે રીતે થોડા દિવસથી કોરોના સંક્રમનમાં વધારો થઈ રહ્યો હોવાથી તંત્ર દ્વારા માત્ર 15 લોકોને જ પરવાનગી આપવામાં આવી હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે ઝાક ઝમાળ જોવા નહીં મળે. ભગવાન નરસિંહજીનો વરઘોડો સાદાઈથી યોજાશે. અને નિર્ધારિત રૂટ પર કેટલાક સ્થળો પર સ્વાગત કરવામાં આવશે. વરઘોડામાં રાજકીય અગ્રણીઓ સામાજીક અગ્રણીઓ તેમજ સાંસદ ધારાસભ્યો સહિત મેયર તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યો જોડાઈ શકે છે. વરઘોડાની શરૂઆત 5 વાગ્યે કરાશે .નિજ મંદિરથી મુખ્ય રસ્તા સુધી વિવિધ ભજન મંડળીઓ જોડાશે. જ્યારે મુખ્ય રસ્તા પર આવ્યા બાદ ભગવાનની પાલખીને ટેમ્પોમાં મુકાશે .
માત્ર બંસી બેન્ડ ટેમ્પાની આગળ રહેશે. મુખ્ય રસ્તા પર નિર્ધારિત સ્થળો પર ભગવાન નરસિંહજીનું સ્વાગત કરવામાં આવશે. રણછોડજી મંદિર, વિઠ્ઠલનાથજી મંદિર, કલ્યાણ રાયજી મંદિર, અને મહાલક્ષ્મીમાતાજીના મંદિરે ભવણનું સ્વાગત કરવામાં આવશે. કોરોનાને કારણે આ વર્ષે વૈષ્ણવો તેમજ ભક્તો ચાંલ્લા કરવા તેમજ ચરણ સ્પર્શ નહિ કરી શકે. જે વૈષ્ણવોને સેવા પધારાવવી હોય તેઓ મંદિરે આવીને સેવા પધરાવી શકશે. રાત્રે 8.30 વાગ્યા સુધી તુલસી વાડી સ્થિત તુલસજીના મંદિરે વરઘોડો પહોંચશે અને લગ્નવિધિ સંપન્ન થયા બાદ 11.00 વાગ્યા સુધી નિજ મંદિરે પરત ફરશે.
સંવત 1794 મા તુલસીવાડી ખાતે એક સંત નો સત્સંગ ચાલતો હતો.નરસિંહજીની પોળમા દશાદિશાવળ વણિક જ્ઞાતિ ના હરજીવનદાસ પરિખ આ સત્સંગ મા જતા હતા.એક દિવસ તેમને સપનુ આવ્યુ જેમા તુલસીવાડી ખાતે પ્રભુ નુ સ્વરૂપ છે તે લઇ જવા જણાવાયુ. તે સંતે બે શાલિગ્રામ આપ્યા અને તેની સેવા કરવા કહ્યુ. પણ 3 શરત કરી કે દર વર્ષે એકવાર ભગવાનને તૂલસીવાડી પધરાવવા, ભગવાન પાસે અખંડ દિવો રાખવો અને દરરોજ ભગવાન ને કોરી સુખડી ધરાવવી. હરજીવનદાસ દાસ બાપુ એ શ્રધ્ધાપુર્વક શરત માન્ય રાખી અને આજીવન પાળી પછી 8 મી પેઢી ના સ્વ.હરિદાસ પરીખ સ્વ કૃષ્ણદાસ (રાજા ભાઇ) અને ગત વર્ષ કોરોનાથી દેવલોક પામેલા સ્વ.ઘનશ્યામભાઇ પરીખે આ શરતો/પરંપરાઓ જાળવી.
હાલ 9મી પેઢી ના શ્રી હિતેશ ભાઇ ઘનશ્યામદાસ પરીખ તથા સ દર વર્ષે અમેરિકાથી દેવદિવાળી એ વડોદરા આવતા ડો.રાજેશ ભાઇ હરિદાસ પરિખ તથા સૌ પરિવારજનોએ આ શરતો તથાતુલસી લગ્ન નો વરઘોડો નિયત સમય સાંજે 5.00 જ કાઢવાની પરંપરા જાળવી રાખી છે જેને 284 (1794-2020)વર્ષ થયા છે. આ નરસિંહજી ભગવાન તથા દેવદિવાળી આનશબાન શાન સાથે નિક્ળતો ભગવાન નો ભવ્ય વરઘોડો લાખ્ખો ભાવિકો ની આસ્થા નુ કેન્દ્ર છે એકવાર શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિદેશ થી સ્ટીમર મા આવતા હતા . ત્યારે દરિયાઈ તોફાન થી સ્ટીમર પર ભય ફેલાયો.તેમણે નરસિંહજી ભગવાન નુ સ્મરણ કરી બાધા રાખી . હેમખેમ પાછા આવતા નરસિંહજીની પોળના મંદિરે દર્શન કરવા આવેલા.