વડોદરા: ગુજરાતમાં હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે છે. હિંદુ કેલેન્ડર મુજબ, હોલિકા દહન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે કરવામાં આવતું હતું અને બીજા દિવસે ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તારીખે રંગોની હોળી રમવામાં આવતી હતી. હોળીના દિવસથી જ તમામ પ્રકારના શુભ કાર્યો કરવા શુભ છે. બીજી તરફ, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે અનેક પ્રકારના શુભ કે અશુભ સંકેતો જોવા મળે છે, જેને સામાન્ય રીતે દરેક લોકો અવગણતા હોય છે.
આજે હોળી નો દિવસ છે. વડોદરા ની ઉત્સવ પ્રિય નગરી ના લોકો આજે હોળી નું દહન કરી દર્શન કરી ને હોળી નું પર્વ મનાવશે પરંતુ કાળઝાળ મોંઘવારી ના કારણે ગરીબ મધ્યમ વર્ગ ના લોકો માટે તહેવારો કેમ ઉજવવા તે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.
વડોદરા મા સામાન્ય દિવસો મા વેચાતા ખજૂર, ઘાણી, શીંગ, ચણા, ખાસ કરી ને ઘૂળેટી માટે વેચાતી પિચકારી ના ભાવ સામાન્ય દિવસો કરતા વધુ જોવા મળ્યા હતા. વેપારીઓએ ડબલ ભાવ વસુલી ને રીતસર ની લૂંટ ચલાવતા જોવા મળ્યા હતા. ગતરોજ હોળી ની પૂર્વ સંધ્યા એ વડોદરા ની બજારો મા મોંઘવારી હોવા છતાં લોકો પોતાની સગવડતા પ્રમાણે ખરીદી કરતા જોવા મળ્યા હતા. આજે હોળી પ્રગટ્યા બાદ જ્યોતિષ શાસ્ત્ર મુજબ હવે ઘૂળેટી ક્યારે મનાવવી તેના અવઢવ મા લોકો જોવા મળ્યા હતા તેમ છતાં વડોદરા મા ઘૂળેટી નું પર્વ મંગળવારે જ મનાવશે તેમ જણાઈ રહીયુ છે.
એકમેકના રંગમાં રંગાવાનો પર્વ એટલે હોળી
ભારતમાં સૌથી શાનદાર તહેવારોમાં હોળીના તહેવારનો સમાવેશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં ઉજવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ ખુબ છે. હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ નાંખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે. ત્યારબાદ આ પરંપરા બની ગઈ કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે.
હોળીમાં કાનખજૂરો દેખાવાની માન્યતા
જીવતો કાનખજૂરો હોળીના દિવસે ઘરમાં ક્યાંક કાનખજૂરો દેખાય જાય તો તેને શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે તેના પ્રગટ થવાનો અર્થ એ છે કે નજીકના સમયમાં ભવિષ્ય સમૃદ્ધ છે અને બધુ શુભ થવાનું છે. જો હોળીના દિવસે સીડી નીચે કાનખજૂરો દેખાય તો નજીકના ભવિષ્યમાં તમને તમામ પ્રકારના દેવામાથી મુક્તિ મળી શકે છે અને તમારી આર્થિક સ્થિતિ પણ સારી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને હોળીના દિવસે ઘરમાં ક્યાંક મૃત કાનખજૂરો દેખાય જાય તો તેનો અર્થ એ છે કોઈ મોટી વિપત્તિ ટળી ગઈ છે.