ઇ-સિગારેટ સ્વાસ્થ્યને માટે હાનિકારક હોવાથી કેન્દ્ર સરકારે તેના પર પ્રતિબંધ મૂકેલો છે. સરકારને ખરેખર જ લોકોના સ્વાસ્થ્યની ચિંતા હોય તો તમાકુવાળી સિગારેટ પર કેમ પ્રતિબંધ મૂકતી નથી?! તમાકુવાળી સિગારેટ પર સરકાર એટલા માટે પ્રતિબંધ નથી મૂકતી કેમ કે તમાકુવાળી સિગારેટ બનાવતી કંપનીઓ સરકારને માટે દૂઝણી ગાય જેવી છે ને સરકારને ટેક્ષ દ્વારા મબલખ કમાણી કરાવી આપે છે. ઇ-સિગારેટ ભારતની કોઇ જ કંપની બનાવતી નથી એટલે ઇ-સિગારેટ પર પ્રતિબંધ છે. ઘરેલુ સિગરેટ કંપની પર પ્રતિબંધ નથી! સરકાર લોકોના જીવ બચાવવા પણ આટલી ટેક્ષની કમાણી જતી કરી શકતી નથી! તે તો કેવું કહેવાય?!!
પાલનપુર – મહેશ વી. વ્યાસ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.