SURAT

ભાગળમાં માથાભારે ઈસમોની દાદાગીરીઃ દિનદહાડે મસ્જિદ પાછળની દુકાનની દીવાલમાં ગાબડું પાડ્યું

સુરત: ભાગળ વિસ્તારમાં મસ્જીદની દીવાલ પાછળ ઉગત વિસ્તારમાં રહેતી પરિણીતાના પિતાનો પરિવાર 85 વર્ષથી ભાડે દુકાન ચલાવે છે. જે દુકાનમાં પાછળની દીવાલ તોડી બે યુવકો દુકાનમાં તોડફોડ કરી 6,500ની ચોરી કરી દુકાન દારને દુકાન ખાલી કરવા જાનથી હાથ ધોઈ દેવાની ધમકી આપી હતી.અઠવા પોલીસે બે સામે ફરિયાદ નોંધી હતી.પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

  • દુકાન ખાલી નહીં કરે તો જાનથી મારી નાંખવાની માથાભારે અસ્ફાકે ધમકી આપી
  • દુકાનમાં તોડફોડ કરી રૂપિયા 6500ની મત્તાની લૂંટ ચલાવી
  • વારંવાર હેરાનગતિ કરતાં અસ્ફાક સહિત બેની ધરપકડ કરતી અઠવા પોલીસ

અઠવા પોલીસ પાસે મળતી માહિતી મુજબ ઉગત કેનાલ રોડ પર આવેલા પુણા બિલ્ડિંગ, વીર સાવરકર હાઇટ્સમાં રહેતી 40 વર્ષીય દર્શનાબેન પિંકલ કુમાર પચ્ચીગરના પિતા મુકુંદભાઈનો પરિવાર બરાનપુરી ભાગળ વિસ્તારમાં ટેનામેન્ટ નંબર 0909B-15-1021-0-001 નંબર વાળી દુકાન છેલ્લા 85 વર્ષથી ભાડે ચલાવે છે.

પિંકલના પિતા છેલ્લા ઘણા સમયથી તે દુકાનમાં રાજા બુક સ્ટોર નામથી સહિત્યોનું વેચાણ કરે છે. જે દુકાનનો માલિક અસ્ફાક અખ્તર હુસેનને ઘણા સમયથી પિંકલનાં પિતા મુકુંદભાઈ ભાડું આપવાનુ કહેતા તેમ છતાં તે લેતો ન હતો.મુકુંદ અને અસ્ફાક વચ્ચે દુકાનના રીપેરીંગ માટે કોર્ટમાં કેસ ચાલે છે.

ગઈ 6 ઓગેસ્ટનાં બપોરે અસ્ફાક તેના એક સાથીદાર સાથે મસ્જીદ બાજુથી દુકાનના પાછળનાં ભાગે બાકોરું પાડી ઘૂસ્યો હતો દુકાનના ગલ્લામાંથી 5 હજાર ચોરી ગયા હતા. બાદમાં મુકુંદભાઈ અસ્ફાકે બાબતે કહેવા જતા મુકુંદને દુકાન ખાલી કરવાનું જણાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

બાદમાં ગઈ 11 સપ્ટેમ્બરે પણ રાત્રિના અસ્ફાક અને તેનો માણસ આવી ફરીથી દુકાનની દીવાલ તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો.જે બાબતની જાણ મુકુંદભાઈને તેના પડોશી દુકાનદારે કરી હતી. જેથી મુકુંદભાઈ દુકાને આવી ગયા હતા.ત્યાં આવી મુકુંદભાઈએ અસ્ફાકને દુકાનમાં કેમ પ્રવેશ્યો તેમ પૂછતા તે દુકાન ખાલી કરવાનું કહી જાનથી હાથ ધોઈ દેવા પડશે તેમ કહેવા લાગ્યો હતો. દુકાનના ગલ્લા માંથી 1500 રૂપિયા ચોરી ગયો હતો.અઠવા પોલીસે અસ્ફાક અને અજાણ્યા વિરૂદ્ધ ગુનો દાખલ કરી બે આરોપીઓ પકડી પાડયા છે. બંને આરોપીઓ પકડી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top