સંતરામપુર: મહિસાગર જિ સંતરામપુર નગરમાં આવેલ સુરેખાબા હોસ્પીટલ માં ને ડોક્ટર ના ધર માં મહિલા પોલીસ વગર ધુસી જઈ ને જાહેરમાં પોલીસે ડોક્ટર રણજીતસિંહ ને એક કમઁચારી ને મહીલા ને ડંડા મારીને ફટકારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થતાં આ વિડીયો ને સીસી ટીવી ફૂટેજ ની ચકાસણી ને અભ્યાસ બાદ મહિસાગર જીલ્લા પોલીસ અધિક્ષક લુણાવાડા રાકેશ બારોટે આ ધટનાની ગંભીરતા સમજી ને નોંધ લઈ ને બનાવ ની રાત્રે ત્વરીત પગલાં લઈને ટાફીક જમાદાર વીરાભાઇ માછી ની જીલ્લા હેડ કવાઁટર ખાતે બદલી કરી દેવામાં આવી હતી.
ને સંતરામપુર પોલીસ ઈન્સ્પેકટર એ ટી પટેલ ની પણ હેડકવાર્ટર માં બદલી કરી દેવામાં આવી હતી. ને આ ગંભીર બનાવ પત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોઈ આધટના સંદઁભમાં ટીઆરબી ના બે જવાન ને ફરજમાં થી મુક્ત કરવા આવેલ છે. ને એક હેડ કોન્સ્ટેબલ ને પાંચ પોલીસ કોન્સ્ટેબલ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બનાવ થી સમસ્ત પોલીસ બેડામાં સન્નાટો મચી ગયો છે.
એક બાજુ રાજય ના મુખ્યમંત્રી મહિસાગર ની ધરતી પર કિસાન સૂરયોદય યોજના નો શુભારંભ કરતી વખતે ગુજરાત ભય મુકત. આતંક મુક્ત થયું છે તેમ તેમના ઉદ્દબોધન માં બોલતા જણાવેલ.જયારે બીજી બાજુ વાસી ઉતરાયણ ના દિવસે જ એક પ્રતિષ્ઠીત ગણાતા ડો.રણજીતસિંહ જોજ ને ને મહીલા ને ડંડામારી જાહેર માં ડંડામારી ને ફટકારતા ને ખેંચા ખેંચી કરી ને દવાખાના માં ને ધર માં મહિલા પોલીસ વગર ધુસી જઈ ને જે દબંગાઈ ભરેલ અમાનવીય આંતકીય ભરેલું ને ભય ઉત્પન કરે તેવું ગેરકાનુની અમાનવીય આંતકીય ભરેલું ને ભય પેદા કરવાનું કામ ટાફીક જમાદાર વીરાભાઇ માછી ને તેમની ટીમે કર્યું છે તે સમગ્ર પોલીસ ને લાંછનરૂપ છે. ને હોસ્પીટલ માં જે ભય નું વાતાવરણ ઊભું કરેલ તેજ બતાવે છે કે ગુજરાત ભય મુકત નથી.
હોસ્પીટલ ના કમઁચારી ને પણ કોઈ ગુના વગર ખેંચી જબરજસ્તી કરીને પોલીસ મથકે લઈ જઈને મારમારી ને જે દબંગાઈ ભરેલ અમાનવીય આંતકીય ભરેલું ને ભય પેદા કરવાનું કામ ટાફીક જમાદાર વીરાભાઇ માછી ને તેમની ટીમે કર્યું છે તે સમગ્ર પોલીસ ને લાંછનરૂપ છે.
પોલીસ ની આવી આંતકી ને ભય ભરેલી દબંગાઈ નો વીડીઓ સોસીયલ મીડીયામાં વાયરલ થતાં આ વિડીયો જ ધણુ બધું કહી જાય છે.
આવાયરલ વિડીયો માં એક ઈસમ જે ગુલાબી શટઁ પહેરેલ પોલીસ જોડે જોવા મળે છે ને તે ઈસમ પણ દવાખાનાના કમઁચારી જોડે ખેંચા ખેંચી ને મારતો જોવા મળે છે.