ચારિત્ર્યના ઠેકેદારો ઠેકઠેકાણે જોવા મળે છે. એવા ઠેકેદારો એમ માનતા હોય છે કે ચારિત્ર્ય એટલે સેકસ અને સેકસ એટલે ચારિત્ર્ય. વિશાળ અર્થધારી ચારિત્ર્ય શબ્દ વિશેની એમની સમજ કુંઠિત હોય છે. ઇમાનદારી, સહાનુભૂતિ, સહાય, દયા-દાન, હમદર્દી, પ્રેમ, કોઇને છેતરવું નહીં, માતા-પિતા સાથે સલૂકાઇ, સદવર્તન, ઉધ્ધતાઇ- તોછડાઇથી દૂર રહેવું તેમજ નૈતિક મૂલ્યોની સમજદારી હોવી વગેરે. નૈતિકતા અને સંસ્કાર આ બેમાં જ મોટેભાગે ચારિત્ર્ય સમાઇ જાય છે. ચારિત્ર્યના ઠેકેદારોને ઓળખવા મુશ્કેલ હોય છે.
એવા લોકો આધ્યાત્મિકતાનો અંચળો ઓઢીને પોતાના વર્તન-વિચારને ઢાંકતા ફરે છે. સેકસ, જાતીયતા જીવમાત્રામાં રહેલી એક કુદરતી વૃત્તિ છે, જેને કૂકરના વાલ્વ સાથે સરખાવી શકાય. ભૂખ લાગવી, તરસ લાગવી, ઊંઘ આવવી, સેકસ માણવાની ઇચ્છા થવી વગેરે કુદરતી વૃત્તિઓ છે. એમાંથી કોઇ પણ માનવી બાકાત નથી. (કહેવાતા સંતો, બાબાઓ, ઠગારામો પણ) કુદરતી વૃત્તિનું દમન કરી શકાતું નથી, પરંતુ શમન અને ઉર્ધ્વીકરણ કરી શકાય છે. દુનિયાના મહાન સેકસોલોજીસ્ટો. સીગ્મંડ ફ્રોઇડ, કાર્લજુંગ, હેવલોક એલિસ, વાત્સ્યાયન મુનીશ્રી, ડો. પારસ શાહ, ડો. પ્રકાશ કોઠારી વગેરેએ આ બાબતે અનેક પુસ્તકો લખેલાં છે.
‘ઇરોટિકા ધ આર્ટ ઓફ લવિંગ’ (દળદાર સચિત્ર પુસ્તક રૂ. 5,4000/- આ પુસ્તક જોવા-વાંચવાથી સેકસ વિશે વૈજ્ઞાનિક જાણકારી મળશે. બીજાના અંગત જીવનમાં દખલ કરનાર ‘ઠેકેદાર’ પોતાના અંગત જીવન બાબતે મૌન શા માટે સેવે છે ?! બીજા સામે આંગળી ચીંધનારની બાકીની આંગળીઓ પોતાના તરફ જ તકાયેલી હોય છે. ‘અન્યનું તો એક વાંકું આપના અઢાર છે.’ ચારિત્ર્ય એટલે MORALITI, જે વ્યાપક અર્થ ધરાવે છે. લંકાનો રાજા રાવણ દક્ષિણના કેટલાક ભાગોમાં ભગવાનની જેમ પૂજાય છે. બળવાન અને મહાજ્ઞાની રાવણ ચારિત્ર્ય વાન પણ હતો. તેણે સીતાને સ્પર્શ પણ ન હતો કર્યો.
પાલ ભાઠા – રમેશ એમ. મોદી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.