એક ગાર્ડનમાં એક આખો પરિવાર પિકનીક પર આવ્યો હતો. દાદા દાદી, નાના નાનીથી લઈને નાનાં નાનાં બાળકો સાથે મળીને મજાક, મસ્તી અને આનંદ કરતાં હતાં. પર્યટનનું સ્થળ હતું. બીજાં અનેક લોકો પણ ત્યાં મજાક કરવા,આનંદ કરવા આવ્યાં હતાં. થોડી વાર પછી પેલા પરિવારથી થોડી દૂર એક મિત્ર વર્તુળ મસ્તી મજાક કરી રહ્યું હતું. તેમાં કોઈક બાબતે જીભાજોડી થઈ અને પછી ઝઘડો એકદમ વધી ગયો.
બધા એકદમ જોરજોરથી કે બરાડીને એકબીજા સાથે ઝઘડવા લાગ્યા, માટે હવે આજુબાજુનાં અન્ય ગ્રુપનું ધ્યાન પણ તે તરફ ગયું અને બધાને જોવાલાયક તમાશો મળી ગયો. પેલા સમગ્ર પરિવાર સહિત ગ્રુપમાં દાદા હતા. તેઓ બોલ્યા, ‘જુઓ આ રીતે જાહેરમાં ક્યારેય ઝઘડા ન કરાય. બધાને જોણું થાય.’ એક નાનકડો છોકરો બોલ્યો,’ દાદા, ઝઘડા કરીને તથા મોટે મોટેથી બોલે તો લોકોનું ધ્યાન જાય જ ને.’ દાદાએ કહ્યું ,’ સાચી વાત છે દીકરા પરંતુ જ્યારે કોઈ ઝઘડો કરે ત્યારે ગુસ્સામાં ખૂબ જ મોટે મોટેથી બરાડીને શું કામ બોલે છે તેનું કારણ ખબર છે?’
બધાએ કહ્યું: ‘ના, કારણ ખબર નથી પરંતુ બધા ગુસ્સામાં મોટેથી બરાડીને જ બોલે તે બરાબર ખબર છે. ‘ દાદાએ કહ્યું,’ આ જુઓ માણસ ગુસ્સો કરે છે કે ઝઘડા કરે ત્યારે માણસની બાજુમાં કે સામો જ ઊભો હોય છે,પરંતુ તે બંનેનાં હૃદય એકમેકથી બહુ જ દૂર હોય છે તેથી તેઓ બરાડા પાડીને બોલે છે જેથી એકમેકને સંભળાવી શકે. જ્યારે એકમેકના મન વચ્ચે દુરી સર્જાય ત્યારે શાંતિથી વાત કરી શકાતી નથી ત્યારે બધા જોર જોરથી જ બોલે છે.’
દાદીએ કહ્યું, ‘તમારા દાદાની વાત પરથી બીજી વાત પણ સાબિત થાય છે કે જ્યારે માણસ એક વ્યક્તિની નજીક હોય છે, મન મળેલા હોય છે ત્યારે શબ્દોની જરૂર રહેતી જ નથી. ધીમેથી બોલેલું કે ન બોલેલું પણ સમજાઈ જાય છે. મૌન પણ એક ભાષા બની જાય છે અને જ્યારે મન એકબીજાથી દૂર થાય છે ત્યારે બરાડીને મોટેથી બોલવું પડે છે. ઝઘડો વધી જાય છે. દુનિયા સમક્ષ તમાશો થાય છે. મનને હમેશાં એકબીજા સાથે જોડાયેલાં રાખો. સ્વજનને મનથી દૂર ન કરો તો ગુસ્સામાં જોરથી નહીં બોલવું પડે. શાંતિથી પોતાનો મત સમજાવી શકાશે.’ દાદા દાદીએ અનુભવસભર સમજણ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.