વડોદરા : સ્માર્ટ સીટી મિશનની 25મી બોર્ડ ઓફ મીટિંગ ગુરૂવારે થનારી છે. 4 વર્ષેમાં દર વર્ષે 6 મીટિંગ થાય છે. આ બોર્ડ મીટિંગમાં અનેક મુદ્દા પર ચર્ચા કરાશે. સ્માર્ટ સીટી મિશનના 2 પ્રોજેક્ટ વારસિયા સંજય નગર, સહકાર નગર પ્રોજેકટ સ્માર્ટ સિટી મિશનમાં કાઢી નાખવામાં આવશે તે મુદ્દે ચર્ચા કરાશે. વારસિયા સંજયનગર જે નારાયણ રિયાલિટી, સાંઈ રૂચી જોઈન્ટ વેન્ચર ડિએમસી અને સહકાર નગર ટ્યુબ કન્સ્ટ્રકશન ડેવલોપર્સ છે. સંજયનગર, 231.07 કરોડ અને સહકારનગર 173.25 કરોડ પ્રોજેકટ છે. સ્માર્ટ સિટીના સ્માર્ટ ડાયરેકટર ડ્રોપનો નિણર્ય લેવાની ફરજ પડે છે. સ્માર્ટ સિટીના પ્રોજેકટમાંથી કાઢી નાંખવામાં આવે. 4 વર્ષથી સ્માર્ટ સીટી મિશન ની અંદર પ્રોજેકટ ને આડા આવળા રિપોર્ટ મૂકે છે.
સ્માર્ટ સીટી ટીમે આવીને ઓબ્ઝર્વેશન કર્યુ હતું કે અધૂરા પ્રોજેક્ટ પૂરા જલ્દી પુરા કરવાની સૂચના આપી હતી.સ્માર્ટ સીટી મિશનના આટલા મહત્વ પ્રોજેક્ટ ઉચ્ચ અધિકારીઓ- નેતાઓ બન્ને ડેવલીપર્સ વગવાળા રાજકારણીઓ સાથે સુધી સંકળાયેલા છે. છેલ્લા 4 વર્ષથી વધુ સમય હોવા છતાં આ ડેવલોપર્સ સાથે કડક વલણ લઈ શક્યા નહી, એગ્રિમેન્ટની શરત ભંગ હોવા છતાં બ્લેક લિસ્ટ કરવાની હિંમત ચાલી નહીં. ટ્યુબ કન્સ્ટ્રકશનને અનુભવ છે. સંજય નગરના ડેવલોપર્સને આ પ્રકારની આવાસ યોજનાઓનો અનુભવ નથી. 1841 પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજના ડેવલોપર્સ અડીયલગિરી અને નેતાઓની ચમચાગીરીના કારણે બ્લેક લિસ્ટ કરવાની કે રદ કરવાની હિંમત ચાલી નહીં.
જે સ્માર્ટ સીટી મિશનમાં પ્રોજકેટમાં ડ્રોપ આઉટ કરવાની નિર્ણય લઈ ચુક્યા છે. એ મીટિંગમાં આખરી નર્ણય લેવાશે. સ્માર્ટ સિટીનું રેન્કિંગ બચાવવા ડ્રોપ આઉટ કરાશે. ઉલ્લેખનીય છે. સ્માર્ટ સીટી મિશનમાં જેઓ ડાયરેકટર છે તેઓ આ પ્રોજેકટને આઉટ કરવા માટે નિર્ણય લઈ ચુક્યા છે. પરંતુ આજ અધિકારીઓ પાલિકામાં મ્યુનિ.કમિશનર,ડે કમિશનર, સિ ટી એન્જીનીયર તરીકે ફરજ બજાવે છેબીજી બાજુ સ્માર્ટ સિટીમાં ડાયરેકટર / સીઈઓ તરીકે ભૂમિકા નિભાવે છે. એજ કોન્ટ્રાકટરને સ્માર્ટ સીટી પ્રોજેક્ટમાં બિન સક્ષમ હોવાથી પાલિકામાં હજુ સુધી બ્લેક લિસ્ટ કરવાની હિંમત ચાલતી નથી.આનાથી વડોદરા નેતાગીરી અને પાલિકાના અધિકારીઓ છાપ ખરાબ થઈ છે. સ્માર્ટ સીટીમાં વડોદરા ઉણું રહ્યું.