Business

કરવા જેવું આભનિરીક્ષણ

માણસ બધુ કરી છૂટે છે. પરંતુ ‘આત્મનિરીક્ષણ’ કરી શકતો નથી. અથવા કરતો નથી. એક ડૉક્ટર પોતાને પેશન્ટ સમજે, એક વકીલ પોતાને અસીલ સમજે, એક શિક્ષક પોતાને વિદ્યાર્થી સમજે, એક અધિકારી પોતાને એક કર્મચારી સમજે, ટ્રસ્ટનો એક ટ્રસ્ટી પોતાને એક જરૂરિયાતમંદ સમજે, એક માલિક પોતાને એક નોકર સમજે, અને એક બિલ્ડર પોતાને એક મજુર સમજે તો શોષણને કોઈ સ્થાન રહે ખરું? ઘણું બધું મેળવ્યા પછી પણ આત્મનિરીક્ષણ’ ના અભાવે માણસને અસંતોષ જ રહેતો હોય છે. ‘હું માનવી માનવ થાઉં તો ઘણું ને ચરિતાર્થ કરવા ‘આત્મનિરીક્ષણ’ જ ઉપયોગી સાબિત થઈ શકે એવું કહી શકાય.
નવસારી, મોગાર     – કે.બી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જાહેરાતોની ભરમારથી છૂટવું કેમ?
આજકાલ મીડિયા અને ડીજીટલ ટોર્મટોના આધીન દશંકો પર જાહેરાતોનો વરસાદ કરવામાં આવે છે. મીડિયા કોઇપણ હોય જાહેરાત કોઇ પણ હોય ખરીદી વધે તેને માટે વેચાણકારો લોભામણી જાહેરાત કરવામાન ચૂકતા નથી. જાહેરાતમાન વસ્તુ ખરીદી માટે 50 ટકા છૂટ એવુન દેખાય પરંતુ એકદમ નજીક જઇને જોઇએ તો (અપ ટુો લખેલ જોવા મળે. વસ્તુઓના વેચાણની કિંમતની ટેગ 99, 199, 299, 399, 499… 999 એવી જોવા મળે! ટેલિવિઝન શરૂ કરીએ એટલે જલ્દી કરો જલ્દી કરો અને વસ્તુનો સ્ટોક લિમીટેડ બચ્યો છે. જાહેરાત જોડે જ સંકળાયેલ પ્રોફેશનલ લોકોના ઇન્ટરવ્યુ બતાવવામાં આવે જેઓ પ્રોડકટ ખૂબ સરસ છેની જાહેરાત કરે. સોશિયલ મીડિયાની પોષ્ટમાન રીલ્સમાં પણ વચ્ચે વચ્ચે ફરજિયાત જાહેરાતો જોવી જ પડે એ રીતના સેટીંગ હોય. આ બધી જાહેરાતોની ભરમારમાન દર્શકો કયારે વ્યસની બની જાય છે તેની ખબર જ પડતીન થી.
સુરત               – સીમા પરીખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top