વિધર્મી યુવક સાથે લગ્ન કરવાની જીદે ચડેલી યુવતીનું અભયમે કાઉન્સિલીંગ કર્યું

વડોદરા: સેવાસી વિસ્તારમાં રહેતા પરિવારની 21 વર્ષીય દિકરી સાડીના શો રૂમમાં નોકરી કરે છે જે એક વિધર્મી યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાની મુરાદ સાથે ઘરેથી નીકળી તેનું પરિવાર ચિંતાતુર બન્યું હતું. જેથી તેઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી દિકરીને સમજવા વિનંતી કરતા અભયમ રેસ્ક્યૂ ટીમ પાદરા તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીનું અસરકારક કાઉન્સિલીંગ કરતા યુવતીએ તેની ભુલ કલુલી પરિવાર પાસે પરત ફરી હતી. મળતી માહિતી મુજબ, વિધર્મી યુવક સાથે લગ્ન કરવા જીદે ચડેલી યુવતીને પરીવારે ખુબ સમજાવી હતી. પરતું તે માનતી ન હતી અને પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવાના મનસૂબા સાથે યુવક પાસે પહોંચી ગઈ હતી. યુવક હાલમા બીમાર હતો અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. જ્યા યુવતી તેની સેવા કરતી હતી. અભયમ ટીમે યુવતીનું અસરકારક કાઉન્સિલીંગ કરી જણાવ્યું હતું કે, તું પુખ્ત વયની છે. તારા જીવન માટેનો કોઈપણ નિર્ણય લેવા સ્વતંત્ર છે. પરતું આ નિર્ણયમાં પરિવારની લાગણી દુભાવવી ના જોઇએ તેમની સંમતી હોય તો ભવિષ્યમાં કોઈ આપત્તિ આવે તો તેઓ મદદરુપ બનશે. માતાપિતા સંતાનોના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રયત્ન કરતા હોય છે. આ ઉપરાંત યુવકના પરિવાર પણ આ લગ્ન માટે સંમત નથી જેથી ભવિષ્યમાં એકલા પડી જવાની સંભાવના છે. યુવાન વયે એકબીજા પ્રત્યે આકર્ષણ થઇ શકે છે. પરતું પુખ્ત વિચારથી ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિ વિષે પણ વિચારવું જરૂરી છે.  કોઈપણ નિર્ણય કરવા તમે સ્વતંત્ર છો આમ સમજાવતાં તેણીએ પોતાની ભૂલ કબૂલી હતી. અને પરિવાર સાથે પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરતા યુવતીને તેના માતા-પિતાને સોંપી હતી.

Most Popular

To Top