Vadodara

મધુની પત્રકારને ઓનકેમેરા ધમકી કોઈકને કહીને ઠોકાવી દઈશ

        વડોદરા:  મને કડવા સવાલ પુછશો તો કોઈકને કહીને ઠોકાવી દઈશની ખુલ્લેઆમ ધમકી શિસ્તને વરેલા ભાજપ પક્ષના દબંગ નેતા અને વાઘોડીયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ખાનગી  ચેનલના રિપોર્ટરને આપતા  અનુશાસનને વરેલી કહેવાતી ભારતીય જનતા પાર્ટી આવી હરકત શા માટે ચલાવી લે છે તે અંગે સવાલો ઉભા થયા છે.

દેશમાં ભલે લોકશાહી હોય પણ સંસ્કારી નગરી વડોદરામાં ખુલ્લેઆમ ઠોકશાહી હોય તેવો માહોલ વારંવાર સર્જતા વાઘોડીયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સોમવારે વધુ એકવાર મીડીયા કર્મીને ખુલ્લેઆમ ધમકી આપી હતી. પુત્ર દિપક શ્રીવાસ્તવને પક્ષમાંથી ટિકિટ કપાતા જ ઉશ્કેરાયેલા ધારાસભ્યએ તેમના પુત્ર દિપકને અપક્ષમાંથી લડવા માટે ખુલ્લેઆમ એલાન કરીને નામાંકન કરાવ્યુંં હતું.

સોમવારે ચૂંટણી અિધકારી સમક્ષ ફોર્મ ચકાસણી દરમિયાન મીડીયા સમક્ષ મધુ શ્રીવાસ્તવે ચર્ચા કરતા દરમિયાન ખાનગી ચેનલના એક રીપોર્ટરે ફકત એટલુ જ પુછયું કે, તમારા વસ્તારમાં ભાજપ-કોંગ્રેસ જેવી મજબુત પાર્ટી છે તો તમે કઈ રીતે જીત હાંસલ કરશો ?

સંાભળતા જ લાલઘુમ બની ગયેલા ધારાસભ્ય મધુએ પત્રકાર પર સીધો જ શાબ્દીક હુમલો કરતા ધમકીની ભાષા વાપરી હતી અને કોઈકને કહીને ઠોકાવી દઈશ એવી ધમકી આપતા જ હાજર મીડીયામાં સન્નાટો છવાઈ ગયો હતો. મધુએ એમ પણ કહ્યુ હતુ કે પ્રિન્ટ હોય કે ઈલેકટ્રોનિક મિડીયા, મારી સામે જે કોઈ લખશે તેને જોઈ લઈશ.  

દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ ભુતકાળમાં પણ અનેક મીડીયા કર્મીઓ સાથે અણછાજતું વર્તન કરી ચૂકયા છે. શિસ્ત ને વરેલા ભાજપ પક્ષના મોવડી મંડળ સ્તરે ખુદ મુખ્યમંત્રી સુધી મધુના કારનામાં જઈ ચૂકયા છે.

છતાં પક્ષમાંથી કદી આકરા પગલા ના લેવાતા મધુ શ્રીવાસ્તવ હવે તો રીતસર ધમકી ઉપર ઉતરી આવ્યા છે. સોમવારની નિંદનીય ઘટના અંગે પણ ઉચ્ચસ્તરે રજુઆત કરાતા મોવડી મંડળની ત્વરીત સુચના મુજબ રાજકીય અગ્રણીઓ કુબેરભવન ખાતે દોડી આવ્યા હતા અને તમામ હકીકત જાણ્યા બાદ મધુ શ્રીવાસ્તવ સાથે વાતચીતનો દોર સાંધીને મામલો થાળે પાડવાના પ્રયાસ આદર્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top