આજે સમાજમાં કુટુંબ-કીલાની વ્યથા કથાઓ અનેક જાતની હોય છે. જે ચારો તરફ નજર કરીએ તો એવા વરવાં દૃશ્યો જોવા મળે છે. સુખ-દુ:ખનાં ગણ્યાં ગણાય નહિ એવા દિવસો અતીતમાં ભળી જાય છે. માત્ર સંસ્મરણો જ વાગોળવાનો સમય આવે છે. જે યાદોમાંથી ક્યારેક દુ:ખનો અનુભવ થાય છે. તો ક્યારેક સુખનો પણ અહેસાસ થાય છે. જેમણે પરિવારનાં પુત્ર, પુત્રી, પ્રપોત્રોના ઉત્થાન, વિકાસ અને પ્રગતિ માટે જેમણે જીવનમાં કમાયેલી ભેગી કરેલી તમામ મૂડી, પૈસો ટકો તો ખરો જ પરંતુ તેની સાથે વડીલોએ મહેનત કરીને પોતનાં નાણાંમાંથી વિશાળ જર, જમીન, બંગલાઓ બનાવેલા હોય છે.
જમીન ખરીદી હોય છે. સોના-ચાંદીથી કબીલાની વહુ-દીકરી-પત્નીઓને ઘરેણાંઓથી લાદી દીધેલી હોય છે. લાખો રૂપિયાની કમાણીમાંથી આવી બધી અસ્કયામતો વસાવી હોય છે. કહેવાય છે કે શરીરને નીચોવી નાંખ્યું હોય છે. ઉંમર થઇ જવાથી- જ્યારે હાથ-પગ શિથિલ થઇ જાય, શારિરીક રીતે શરીર પણ નબળુ પડી ગયું હોય, ત્યારે વૃદ્ધાવસ્થાની છેલ્લી અવસ્થા ભાગ્યે જ સુખમાં પસાર થતી હોય છે. જિંદગીભર દીકરા-દીકરી પોતાના પરિવાર માટે હાયવોય કરી હોય, દાદાએ મૂકેલી, વસાવેલી મિલકતોનો ઉપયોગ-ઉપભોગ કરીને બધા અમનચમન કરી હશી-ખુશી અને ચૈનથી નિરાંતે જીવન જીવતા હોય છે. વડિલોથી કંઈ પણ થતું નથી, લાચારી ભરખમ એમને ઘેરી વળે છે.
ત્યારે અસહાય બનેલા વડિલો ભૂતકાળની લૂખી-ચૂકી યાદો વાગોળી અશ્રુ સારતા હોય છે, ઘટના તો વિસ્મયજનક ત્યારે બને છે. દાદા-દાદીને દીકરાઓ મા-બાપને વૃધ્ધાશ્રમમાં મૂકી આવે છે. જે સમાજના સમજુ ભાઈ-બહેનો માટે શું કલંકરૂપ નથી? નાંદુરસ્ત સમાજના હરેક વ્યક્તિને વડિલો તરફ લગીરે ધ્યાન જતું નથી. સંતાનોનો સેવા, પ્રેમ-હૂંફ એમને મળતા નથી. તેમને ધુત્કારતા, હડધૂત કરતા સંખ્યાબંધ વ્યક્તિ સમાજમાં આપણને જોવા મળે છે. વળી ક્યારેક શારિરીક ત્રાસ પણ આપતા હોય છે.
કટારલેખક જયનારાયણ વ્યાસ પોતાના એકલેખમાં લખે છે. જે ખરેખર ખૂબ જ વ્યાજબી અને સમયસંજોગ પારખીને લખ્યું છે એમ કહીએ તો ખોટું નથી. ‘‘જેમ ખેરની ગમાણમાં ઘાસ નાખી દેવાય એમ કેટલાક ઘરોમાં નોકરોની વ્યવસ્થા થકી ઘાસ નાખવાની આ વ્યવસ્થા ચાલે છે. ભગવાધારીઓ બહુ સિફતાઈથી કથામાં કહે છે. અમુક ઉંમરે ત્રણ શબ્દો શીખી લેવાં ‘ફાવશે, ભાવશે અને ચાલશે’. તો જીવનમાંથી અસંતોષ અને કંકાસ દૂર થાય છે. મા-બાપને નહિ જાળવી શકનાર સમાજ-દેશને શું જાળવશે?
વલસાડ – રાયસીંગ ડી.વળવી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.