Charchapatra

જીવનભર ટેક્ષ જ ભરતા રહેવાનું?

 ‘ગુજરાતમિત્ર’ના પહેલા પાને તા.1/8માં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ નાણાં મંત્રીને જીવન વીમો અને મેડીકલ વિમા પ્રિમિયમ પરથી 18 ટકા જીએસટી હટાવવાની માંગ કરી.વ્યકિત પોતાના કે પરિવારના જીવન વીમો કે મેડીકલ વીમાઓ લેતો હોય છે. ભવિષ્યની અસુરક્ષિતતાને ધ્યાને લઇને ત્યારે તેની તે બચત પર પણ સરકાર 18 ટકા જેવો ટેક્ષ ઉઘરાવે છે તે ખરેખર જ નિર્દયી વલણ છે. ભારતમાં તો વધુ જ ચલો તેમ ચાલ્યું આવે છે. વ્યકિતની ઉંમર થાય તેના જીવનની અને આરોગ્યની અનિશ્ચિતતાને પહોંચી વળવા માટેનું પૂર્વ આયોજન કરે છે. ભારત સરકારની ઘણી બધી આરોગ્ય સેવાઓ હવે છેલ્લાં પાંચ વર્ષથી શરૂ થઈ છે જે જરૂરિયાતમંદો માટે ચોક્કસ આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે.

તેમ છતાં સરકાર પર બોજ ન નાંખવો પડે અને પોતાનો આરોગ્યલક્ષી ખર્ચ પોતે પ્રિમીયમ ભરી જે તે કંપની પાસેથી મેળવી લઇ તે સરકારને મદદરૂપ જ થાય છે ત્યારે ફકત વીમો ક્ષેત્રે જ નહીં પણ વ્યકિત સીનીયર સીટીઝન થાય છે ત્યાં સુધી દરેક ખરીદી પર ટેક્ષ ભરતો જ આવ્યો હોય છે જેથી સીનીયર સીટીઝનોની ખરીદી પર ટેક્ષ ફ્રીની પણ જોગવાઇ થવી જરૂરી છે. આ તો કેવો વ્યવહાર વ્યકિત તેના જીવનકાળમાં ટેક્ષ ભરતો જ રહે છે અને મરે ત્યાંથી ટેક્ષ ભરતો જ રહે છે તો પણ ભારતમાં સોને કી ચીડીયા ઊડતી દેખાતી નથી. મંત્રી નીતિન ગડકરીની આ રજૂઆત સામે ખૂબ જ મોટો વર્ગ તેને અનુમોદન આપતું હોય ત્યારે મફત અને રાહતની સેવા-સગવડો બંધ કરી, આ પણ તો કરવા જેવું જ એક કામ છે ને.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top