કાલોલ: કાલોલ નગરપાલિકા ની સામે આવેલ કાપડ ની લારી નજીક આવેલા લાઈટના થાંભલા ઉપર ગુરુવારે કોઈક કારણસર વાનર ના નાના બચ્ચાને ઈલેક્ટ્રીક વાયર અડી જતા કરંટ લાગવાથી બેશુદ્ધ જેવું થઈ ગયું હતું અને થાંભલા ઉપર જ પડી રહેલ પરિણામે તેની જનેતા એવી માંદા વાનર એ સમગ્ર વિસ્તાર માથે લીધો હતો અને છાપરા ઉપર થી પોતાના બચ્ચાની નજીક જવાનો અવિરતપ્રયત્ન કરી એને જગાડવા નો , ઉભુ કરવા, ઘંધોળવાનો પ્રયત્નો શરૂ કરેલો.
જોકે નગરપાલિકા તથા જીઈબીને ખબર પડતાં આ વિસ્તાર નું લાઇટ બંધ કરાવી દીધુંહતુ અને પાલિકા દ્વારા ફાયરફાઈટર ની મોટી ટ્રોલી લાવી ઉપર સુધી કરવાનો પ્રયત્ન કરેલ પણ તેમના કોઇ કર્મચારીઓ સીડી પર ચડવા તૈયાર થયેલ નહોતા.
અંતે દુકાનદારો પૈકી એક ઈસમ દ્વારા સીડી ઉપર પહોંચી લાકડી વડે વાનર ના બચ્ચા ને નીચે ઉતારવાનો પ્રયાસ કરી ઉતારતા જ તેની માતા કૂદકો મારી ને પોતાના નાના બચ્ચાને છાતી સરસો ચાંપી ઉપાડી લઈ રવાના થઈ ગઈ હતી. જોકે કરન્ટ લાગવાથી નાના બચ્ચાને પૂછ ને ભાગે ઈજાઓ પહોંચી હતી. સૌ કોઈ અબુધ જાનવર ના માતૃપ્રેમ જોઈ ચકીત થઈ ગયા હતા.