Charchapatra

ઐશ્વર્યમાં રાચવું ને ફકીર તરીકે ઓળખાવું?

2014થી PM બનનાર શ્રી મોદીજી પોતાની જાતને ફકીર કહેવડાવે છે. આવું જુઠાણું તો આજ દિન સુધીમાં ભારતમાં 17 જેટલા PM બનનાર કોઈએ પણ ચલાવ્યું નથી. ભારતમાં અને ખાસ કરીને ગુજરાતી પ્રજાને પોતાની મધલાળમાં લપેટી લીધા છે તે આ ગરીબ ફકીર PMશ્રીના આરટીઆઈ અને પીએમઓ ઓફિસમાંથી મળેલ આંકડાથી માલુમ પડે છે કે એઓ કેટલા ગરીબ છે. મારા ચર્ચાપત્રના મિત્ર સુરતના જીતેન્દ્ર પાનવાલાએ દર્શાવેલ આંકડા ઘણું બધું કહી જાય છે. PMશ્રીના વપરાશમાં લેતા એક એક સુટ 10 લાખ રૂપિયાનો છે. એમના ભોજનમાં વપરાતા મશરૂમ રૂપિયા 35000/- કિલોના ભાવના છે. એમના હેર ડ્રેસરનો પગાર જ 15 લાખ રૂપિયા છે.

એમના એક રોડ શો કે જાહેર પ્રવચનો પાછળ 50 કરોડ વપરાય છે. આજ દિન સુધી PMશ્રીએ 1200 રેલી અને જાહેર પ્રવચનો કર્યાં છે. હવે તો જાહેર જનતા હિસાબ માંડે તો સારું. એમના પ્રવાસ માટેનું વિમાન 7500 કરોડ રૂપિયાનું છે. PMશ્રીના નિવાસમાંથી મળતા અહેવાલ મુજબ એમનો ભોજન ખર્ચ 100 કરોડ જેટલો થયો છે. આટલો અધધ ખર્ચ પૂર્વેના કોઈ પણ PMશ્રીએ કરવા હિંમત નથી કરી. બેફામ સરકારી તિજોરી ખાલી કરી રહ્યા છે. એમના પક્ષની તાકાત છે, આ ખર્ચ કરવાની? પ્રજાના મહેનતના – કરદાતાથી મળેલ રકમ, પૈસા ખર્ચવા અધમમાં અધમ પાપ છે. પૂલો તૂટે, નહેરો તૂટે, રાત દિન દેશની રક્ષા કરતાં જવાનો મરે. ટ્રેન અકસ્માતમાં લોકો મરે. ગુંડાગર્દી કે અસામાજિક તત્ત્વોથી લોકો મરે.

પેન્શનરો લડતાં રહે, રેસલરો રડતાં રહે. માનવસંહારની આવી દિન-બ-દિન વધતી જતી ઘટનાઓ ખાસ બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોનાં મોત થયાં. અસંખ્ય જાન-હાનિ થઈ. આ જ સમયે આપણા PMશ્રી મુંબઈ-ગોવા વંદેમાતરમ્ ટ્રેનને હસતા મોંએ લીલી ઝંડી બતાવતા ટી.વી.માં જોવા મળ્યા. ક્યાં છે PMશ્રીની માનવતા? ભારતની અને વિશ્વની સૌથી મોટી લોકશાહી સરકારે ઘરના એક ખૂણામાં પટારામાં મૂકી શીલ કરી દીધી છે. ઉત્તર કોરિયાના પ્રમુખ કિમજોંગ સાચું જ કહે છે. સંપૂર્ણ બહુમતી હંમેશા સરમુખત્યારશાહીને આમંત્રણ આપે છે. PMશ્રીનો જીદ્દી સ્વભાવ, એનો અહમ્ એક દી નીચાજોણું ન કરે તો સારું!
નવસારી – એન. ગરાસિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વાદ, વિવાદ અને વિખવાદ
પ્રજાને સતત ઉચાટમાં રાખવાનો ગોરખધંધો હવે બાવાઓ (બાબાઓ) સંસદભવનમાં ઘૂસવા માટે ઉમેદવારો ડમી બાવાઓની પગચંપી કરી રહ્યા છે. હવે નવો વિવાદ વકર્યો છે. મુસ્લિમોને વસ્તીવધારા સામે આપણે કેમ પાછળ રહી જઇએ. હિંદુ ધર્મ જોખમમાં હોવાથી ભકતોની ભીડ (વસ્તી) વધારે! આવા વિખવાદ, કમ અક્કલ પ્રજાને વધારે ભડકાવે છે. વસ્તીવધારાની હરીફાઈમાં આપણું સ્વમૂલ્યાંકન ઓછું આંકીએ છીએ. મોંઘવારીની વિરુદ્ધમાં વસ્તીવધારો જ નડતરરૂપ છે. પ્રદૂષિત હવા, પાણી, જમીનની સ્પોર્ટજ જંગલ કપાત ગરમીનો ઉકળાટ આવા પ્રદૂષિત હવામાન માટે આપણી સજાગ ન રહીશું તો  એક દિવસ જીવવાનું ભારી પડી જશે.
રાંદેર     – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top