એક દિવસ શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, તમે કહો છો, પ્રાર્થના કરો,ધ્યાન કરો,તમારી અંદરનો અવાજ સાંભળો,અંતરાત્માને જગાડો.ગુરુજી, પ્રયત્ન સતત કરું છું. સમય પર પ્રાર્થના કરું છું અને ધ્યાન પણ રોજ કરું છું છતાં અંદરથી કોઈ અવાજ સંભળાતો નથી પણ તમે માર્ગદર્શન આપો કે મારે શું કરવું જોઈએ જેથી મારો વિવેક જાગ્રત થાય?’ ગુરુજીએ કહ્યું, ‘વત્સ, અંતરાત્માને જગાડવા, અંદરના વિવેકને જાગ્રત કરવા સખ્ત અને સતત મહેનત કરવી પડે.સતત પ્રયત્નો કરવા પડે અને તે કંઈ એક દિવસ કે મહિનાઓમાં પ્રાપ્ત નહિ થાય. ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ધીમે ધીમે તારી અંદરનો વિવેક જાગ્રત થશે.’
શિષ્યે કહ્યું, ‘ગુરુજી, ધીમે ધીમે ભલે પણ કોઈ તો ખાસ રીત હશે.કઈ બાબતોનું ધ્યાન રાખવાનું કે કઈ ભૂલો નહિ કરવાની? કૈંક તો સમજાવો.’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, અંતરાત્માને જાગૃત કરવા માટેની સફરમાં તને સતત સાથ આપે તેવા ત્રણ સાથીદારો છે. તેને સાથે રાખીશ તો ચોક્કસ ફળ મળશે.એક છે સંગીત ,બીજું છે જ્ઞાન અને ત્રીજું છે મૌન. આ ત્રણ સાથીઓને રોજ સાથે રાખીશ અને આગળ વધીશ તો અંતરમનનો પ્રકાશ જોઈ શકીશ.’ શિષ્ય બોલ્યો, ‘એટલે કઈ રીતે ગુરુજી? જ્ઞાન,સંગીત અને મૌન કઈ રીતે મદદ કરશે?’
ગુરજી બોલ્યા, ‘જો જ્ઞાન તારી સમજણશક્તિ વધારશે.દરેક બાબતને તું ઊંડાણથી સમજી શકીશ અને રોજ થોડી પળો મૌન રાખી શાંત પળોમાં તું આત્મચિંતન કરી કયાં ભૂલ થઇ,શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો ચિતાર મેળવી શકીશ, જે તેને યોગ્ય રસ્તે આગળ લઇ જશે અને આ બે બાબતો પર ધ્યાન આપીશ તો ધીમે ધીમે પાત્રતા મળશે વધુ આગળ વધવાની.શાંતિથી ભરેલી મૌન ક્ષણોમાં આપણને સાચો રસ્તો દેખાય છે.’
શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, સંગીત શું મદદ કરશે? ગુરુજીએ કહ્યું, ‘સંગીતની સાથે ,સંગીતના સૂરોમાં તું તારી ભક્તિ પરોવી લઈશ તો સંગીત તને મનની શાંતિ તરફ લઇ જશે અને મનની સાચી શાંતિની પળોમાં જ્ઞાન એવો રસ્તો દેખાડશે, જ્યાંથી અંતરમનને જગાડવાનો રસ્તો મળશે.અંતરમન ક્યારે જાગશે તે તો હું નહિ કહી શકું પણ સંગીતના સથવારે જ્ઞાનની સંગાથે શાંત મૌન પળોમાં અંતરમનનો વિવેક જાગ્રત થશે.’ શિષ્યે ગુરુજીને પ્રણામ કર્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.