National

TMC, NCP અને CPI હવે રાષ્ટ્રીય પક્ષો નથી રહ્યાં, AAPને રાષ્ટ્રીય પાર્ટીનો દરજો મળ્યો

નવી દિલ્હીઃ (New Delhi) શરદ પવાર સહિત મમતા બેનરજીને ચૂંટણી પંચ (Election Commission) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને (Aam Admi Party) એક મોટી ઉપલબ્ધિ મળી છે. ચૂંટણી પંચે તૃણમૂલ કોંગ્રેસ, એનસીપી, સીપીઆઈ પાસેથી રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લીધો છે. બીજી તરફ અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે.

આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળ્યો છે. આ સિવાય શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસનો રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. આ સાથે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) ને પણ તેની રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

2016 માં ચૂંટણી પંચે રાષ્ટ્રીય પક્ષના હોદ્દાઓની સમીક્ષા માટેના નિયમોમાં ફેરફાર કર્યો હતો. હવે સમીક્ષા પાંચના બદલે 10 વર્ષમાં કરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે કોઈપણ રાષ્ટ્રીય પક્ષ માટે તે જરૂરી છે કે તેના ઉમેદવારોને દેશના ઓછામાં ઓછા ચાર રાજ્યોમાં છ ટકાથી વધુ મતો મળે. લોકસભામાં ઓછામાં ઓછા ચાર સાંસદોએ તેનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.

જો કે પંચે 2019માં જ ટીએમસી, સીપીઆઈ અને એનસીપીની રાષ્ટ્રીય પાર્ટીની સમીક્ષા કરવાની હતી પરંતુ તે પછી આયોગે આગામી રાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સમીક્ષા કરી ન હતી. ચૂંટણી પ્રતીક આદેશ 1968 હેઠળ પોતાનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવવાથી પક્ષ દેશના તમામ રાજ્યોમાં સમાન પ્રતીક પર ચૂંટણી લડી શકશે નહીં.

અત્યારે કેટલા રાષ્ટ્રીય પક્ષો છે?

  1. ભારતીય જનતા પાર્ટી (BJP)
  2. કોંગ્રેસ
  3. બહુજન સમાજ પાર્ટી (BSC)
  4. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇંડિયા
  5. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)
  6. આમ આદમી પાર્ટી (AAP). AAP એ ભારતનો સૌથી નવો રાષ્ટ્રીય પક્ષ છે. આ પાર્ટીને વર્ષ 2023માં એટલે કે આજે જ રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળી છે.
  • આ પક્ષોને રાજ્ય સ્તરના પક્ષનો દરજ્જો મળ્યો
  • નાગાલેન્ડમાં લોક જનશક્તિ પાર્ટી
  • ત્રિપુરામાં ટીપરા મોથા
  • પશ્ચિમ બંગાળમાં રિવોલ્યૂશનરી સોશ્યલિસ્ટ પાર્ટી
  • મેઘાલયમાં વોઈસ ઓફ ધ પીપલ્સ પાર્ટી

આ પાર્ટીઓને પણ આંચકો લાગ્યો
આંધ્ર પ્રદેશમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાસેથી તેનો પ્રાદેશિક પક્ષનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો છે. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે ગયા વર્ષે જ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)નું નામ બદલીને ભારત રાષ્ટ્ર સમિતિ કરી દીધું હતું. આ સિવાય ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રીય લોકદળ (RLD)નો રાજ્ય પક્ષનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

Most Popular

To Top