અભિનેત્રી અને તૃણમૂલ સાંસદ મિમી ચક્રવર્તીએ (Mimi Chakraborty) ગુરુવારે સાંસદ (MP) પદ પરથી રાજીનામું (Resign) આપી દીધું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર મિમી ચક્રવર્તીએ સાંસદ પદ પરથી રાજીનામું આપી દીધું છે. અગાઉ એવા સમાચાર હતા કે મિમી ચક્રવર્તી બંગાળ વિધાનસભામાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળી શકે છે. જો કે મિમી ચક્રવર્તીએ શા માટે સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના મહિલા સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. મીમીએ પોતાનું રાજીનામું પાર્ટી ચીફ મમતા બેનર્જીને સોંપ્યું છે. તેમણે કહ્યું કે તેઓ તેમની સીટ પર ટીએમસીના સ્થાનિક નેતૃત્વથી ખુશ નથી. તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019માં મમતા બેનર્જીએ મિમી ચક્રવર્તીને જાદવપુર લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા હતા, જેના પર મીમી પણ જીતી ગઈ હતી. તેમણે ભાજપના અનુપમ હજારાને હરાવીને જીત મેળવી હતી. મિમી ચક્રવર્તીને 6,88,472 વોટ મળ્યા, જ્યારે બીજેપી ઉમેદવાર અનુપમ હઝરાને 3,93,233 વોટ મળ્યા.
મિમી ચક્રવર્તીના રાજીનામા પાછળનું કારણ સ્થાનિક TMC નેતૃત્વમાં અસંતોષ છે. કહેવામાં આવી રહ્યું છે કે મિમી ચક્રવર્તી છેલ્લા કેટલાક દિવસોથી ગુસ્સામાં હતી. દરમિયાન તેમણે રાજીનામું આપી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું સીએમ મમતા બેનર્જીને સોંપી દીધું છે. મિમી ચક્રવર્તીએ પોતાનું રાજીનામું લોકસભા અધ્યક્ષને સોંપ્યું નથી. હવે જોવાનું એ રહે છે કે ચક્રવર્તીના રાજીનામા પર મમતા બેનર્જી શું નિર્ણય લે છે. પાર્ટીએ 2019માં ડો. સુગત બોઝની જગ્યાએ મિમી ચક્રવર્તીને જાદવપુરથી મેદાનમાં ઉતાર્યા હતા.જાદવપુર સીટ 2009થી સતત તૃણમૂલ કોંગ્રેસ પાસે છે.