National

PM મોદીના શપથ ગ્રહણ વખતે મમતા બેનર્જી લાઇટ બંધ કરીને બેસી રહ્યા હતાં.. TMC સાંસદે જણાવી આ વાત

ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે મુખ્યમંત્રી મમતા ઘોષ અંગે એક ચોંકાવનારી વાત જણાવી હતી. સાગરિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહની ઉજવણી કરી રહેલા બધાજ લોકોને ભારતની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંદેશ આપ્યો છે. તેમણે બધીજ લાઈટ બંધ કરી દીધી હતી અને સમગ્ર સમારોહ દરમિયાન અંધારામાં બેસી રહ્યા હતા.

ભારતીય તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સાગરિકા ઘોષે સોમવારે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવો નેતા પસંદ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્થાને અન્ય કોઈને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવે, કારણ કે સમગ્ર ચૂંટણી પ્રચાર તેમના પર કેન્દ્રિત હોવા છતાં તેઓ લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવી શક્યા ન હતા. રાજ્યસભાના સભ્ય ઘોષે કહ્યું કે તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીએ રવિવારે સાંજે મોદી અને કેન્દ્રીય મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તેમના ઘરની તમામ લાઇટો બંધ કરી દીધી અને અંધારામાં બેસી ગયા હતા.

રવિવારે યોજાયેલા સરકારના શપથ ગ્રહણ સમારોહમાં તૃણમૂલ કોંગ્રેસે ભાગ લીધો ન હતો. સાગરિકા ઘોષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહની ઉજવણી કરી રહેલા બધાજ લોકોને ભારતની એકમાત્ર મહિલા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સંદેશ આપ્યો છે. તેમણે બધીજ લાઈટ બંધ કરી દીધી હતી અને સમગ્ર સમારોહ દરમિયાન અંધારામાં બેસી રહ્યા હતા. કારણકે નરેન્દ્ર મોદી જનાદેશ ખોઈ ચુક્યા છે અને જનતાએ તેમને નકારી કાઢ્યા છે.

ભાજપે નવો નેતા પસંદ કરવો જોઈએ
સાગરિકાએ લખ્યું કે તેઓ વારાણસીમાં લગભગ હારી ગયા, અયોધ્યામાં હારી ગયા, સ્વ-કેન્દ્રિત ચૂંટણી પ્રચાર છતાં બહુમતી મેળવી શક્યા નહીં. મોદીને બદલવા જોઈએ. ભાજપે નવો નેતા પસંદ કરવો જોઈએ. જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ રવિવારે રેકોર્ડ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન સરકારમાં સાથી પક્ષોને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.

Most Popular

To Top