વિદેશ જવાનું ચલણ સતત વધી રહ્યું છે. અમેરિકા, યુરોપ નહીં અન્ય દેશમાં જવા પણ તૈયાર છે. ખાસ કરીને નીઓરીચ ભારતીયો માઈગ્રેટ થાય તેમાં જરાય અવરોધ હોઈ શકે નહીં. વિકાસનાં બણગાં ફૂંકનાર સરકાર ઘરઆંગણે જ ગંદકી હોય, તકલાદી ઈન્ફ્રાસ્ટચર હોય, ભ્રષ્ટાચાર પટાવાળાથી પ્રધાન સુધી હોય ત્યાં સક્ષમ અને પ્રભાવક વહીવટ કદી ન હોઈ શકે. દર વર્ષે પ્રાણઘાતક બનાવો કે અકસ્માતમાં નિર્દોષોનો ભોગ લેવાય, વહીવટી તંત્ર નબળું હોય તો જ આવા બનાવોનો અવકાશ રહે છે. અહીંનો કરોડપતિ પણ ગંદકીમાં સબડતો હોય ત્યાં નફરત એ સ્વાભાવિક છે. આપણું જ બુધ્ધિધન સાધન અને સગવડના અભાવે વિદેશ ભાગી જાય તે માટે જવાબદારોને કદી શિક્ષા થતી નથી અને થાય છે તેઓ જામીનમુક્ત બેફામ બનાવોનો પરવાનો રીન્યુ કરે છે.
અડાજણ – અનિલ શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
રે, કરુણા
તાજેતરમાં એક સમાચાર જાણવા મળ્યા. ડોક્ટર તો બોગસ હોય! પરંતુ આખી ને આખી હોસ્પિટલ જેમાં તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ ડીગ્રીધારી ડોક્ટરો જ નહીં દર્દી, સામાન્ય આર્થિક સગવડવાળો આવી નકલી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી જાય. ત્યાં ગરીબ, દર્દી પોતે સારો થઈ જશે, ઉછીના નાણાં લઈ માંડ માંડ બીલ ચૂકવે. વાસ્તવિકતા એવી બહાર આવી કે એ ગામમાં આ આખી હોસ્પિટલ જ નકલી છે. ઈંજેક્શનને બહાને ડિસ્ટીલવોટર સુધ્ધાં આપી દેવાય.
આ દવાખાનામાં ચાલતો મેડિકલ સ્ટોર સુધ્ધાં શંકાસ્પદ. બાપડો દર્દી ડોક્ટરને ભગવાન સમજે. આજે સારું થશે, કાલે સારું થશે માની ઈશ્વરના ધામમાં પણ પહોંચી જાય. ગામડાંમાં આજુબાજુ સારી હોસ્પિટલના અભાવે આવી હોસ્પિટલો ચાલે. ડોક્ટરોને તો ફૂટપાથ પર બેસી ડેન્ચર બનાવતા જોવા છે. પણ આખી ને આખી હોસ્પિટલ જ નકલી છે કોઈ પૂછનાર? કિસ્સો દક્ષિણ ગુજરાતનો નથી, ગરીબ અભણ ભપકો જોઈ હોસ્પિટલમાં દાખલ થાય. રે કરુણા!
સુરત – કુમુદભાઈ બક્ષી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.