SURAT

લિંબાયતના ટપોરીઓના ત્રાસથી કંટાળી નવાગામના યુવકે ઘરમાં ફિનાઈલ પી લીધું

સુરત (Surat) : ડીંડોલી નવાગામમાં કન્સ્ટ્રક્શનના (Construction) વ્યવસાય સાથે સંકળાયેલા યુવાને ઘરમાં ફીનાઇલ (phenyl) પી આપઘાતનો (Suicided) પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે. પરિવારજનો તાત્કાલિક યુવકને 108 ની મદદથી સિવિલ ખસેડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના આજે સવારની હતી. લગભગ 12 વાગ્યાના અરસામાં માનસિક દબાણ હેઠળ ડીંડોલી નવાગામના સંતોષી નગરમાં રહેતા 40 વર્ષીય જુનેદ સત્તાર ખતીકે ઘરમાં ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ બાદ 108ની મદદથી તાત્કાલિક જુનેદને સારવાર માટે સિવિલ ખસેડાયો હતો. જુનેદ મકાન બનાવવાનું કામ કરે છે. પરિવારમાં પત્ની અને 3 સંતાન છે.

પીડિત યુવકની માતા રસીદાબાનુએ કહ્યું હતું કે તેના દીકરાના માથે દોઢથી બે કરોડનું દેવું હોવા છતાં ધંધો કરી લેણદારોને રૂપિયા ચૂકવી રહ્યો છે ને બીજી તરફ લિંબાયતના ટપોરીઓ 2-3 લાખની ખંડણી માગી હેરાન કરે છે. ખંડણી ન આપે તો જાહેરમાં મારવાની ધમકી આપે છે. નવનિર્મિત મકાન તોડાવી પાડવાની ધમકી આપી રહ્યા છે. શનિવારે પોલીસ કમિશનરમાં અરજી આપી અને રવિવારે બદમાશોએ મીઠીખાડીના પાકિંગમાં બોલાવી ધમકી આપતા મારા દીકરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું માતાએ જણાવ્યું છે.

Most Popular

To Top